LAKHTARSURENDRANAGAR

લખતર બજરંગપુરા નજીક નર્મદાની મુખ્ય કેનાલના પુલ સાથે બાઈક અથડાતાં રેલ્વે કર્મચારીનું મોત નિપજ્યું હતું.

તા.09/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાની સૌરાષ્ટ્ર મુખ્ય કેનાલ પસાર થાય છે આ કેનાલ આજથી 20 વર્ષ પહેલા જયારે બની ત્યારે તેના પર પુલ બનાવાયા હતા પરંતુ હાલ આ પુલમાંથી મોટાભાગના પુલ જર્જરિત થઈ ગયા છે પુલની રેલીંગ તુટી ગઈ છે અને પુલના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે ત્યારે કેનાલ પર બનેલા પુલ પરના રસ્તાના ખાડાએ રેલ કર્મચારીનો ભોગ લીધાની વિગતો સામે આવી છે બનાવની મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ પાછળ આવેલ આનંદ સોસાયટીમાં રહેતા 37 વર્ષીય ઈશ્વરભાઈ કાનજીભાઈ કોડીયા રેલવેમાં ગેંગમેન તરીકે ફરજ બજાવે છે તા. 7 મીએ મોડી સાંજે તેઓ બાઈક લઈને બજરંગપુરાથી બાળા તરફના રસ્તે બાળા પમ્પીંગ સ્ટેશન પાસે આવેલ કેનાલ પરના બ્રીજ પરથી પસાર થતા હતા ત્યારે બ્રીજ પરના મસમોટા ખાડામાં અચાનક બાઈક ફુલ સ્પીડમાં પટકાતા તેઓએ બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઈક સાથે તેઓ ધસડાયા હતા અને ઈશ્વરભાઈ પુલ પરની રેલીંગની દીવાલ સાથે અથડાયા હતા જેમાં માથામાં ગંભીર ઈજા થવાથી તેઓનું ઘટનાસ્થળે જ મોત થયુ છે બનાવની જાણ થતા લખતર પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે લખતર સરકારી દવાખાને મોકલી આપી હતી આ અંગેના સમાચાર મળતા અન્ય રેલ કર્મીઓ પણ મોડી રાત્રે લખતર સરકારી દવાખાને દોડી ગયા હતા મૃતક 10 વર્ષથી રેલવેમાં ગેંગમેન તરીકે ફરજ બજાવતા હતા. મૃતકના અવસાનથી પત્ની જાગૃબેન પુત્ર આનંદ અને માનવ તથા પુત્રી રીતાક્ષી નોંધારા બન્યા છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!