લીંબડી પ્રાંત કચેરી ખાતે પ્રભારી સચિવ રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

તા.19/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
લીંબડી પ્રાંત કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં સચિવએ તમામ વિભાગોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી સમીક્ષા હાથ ધરી હતી બેઠકમાં પ્રભારી સચિવએ જિલ્લામાં વરસાદ બાદ વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરી વિશે સવિસ્તાર માહિતી મેળવી હતી માર્ગ અને મકાન વિભાગને વરસાદને કારણે જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ-મરામત કરવા, નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપવા અને જિલ્લામાં આવેલા વિવિધ પુલોની પણ ટેક્નિકલ તપાસ હાથ ધરી તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું જો કોઈ બ્રીજ બંધ કરવાની જરૂરીયાત હોય તો સત્વરે બંધ કરવા તેમજ જે તે વિભાગો હસ્તકના બ્રીજોની રીપેરીંગ અંગે અને સમયાંતરે બ્રીજોની ચકાસણી કરવા પણ સુચના આપી હતી પી.જી.વી.સી.એલ. વિભાગને વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા, આરોગ્ય વિભાગને ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા, વાહકજન્ય રોગો માટે પોરાનાશક અને તાવ સર્વેલન્સની કામગીરી હાથ ધરવા તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરી સર્વેલન્સ અને જંતુનાશક દવાઓનો છંટકાવ સહિતની પ્રવૃતિઓ હાથ ધરવા જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકોની રજૂઆતોનું ત્વરિત નિરાકરણ થાય અને જાહેર જનતાને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે દિશામાં કાર્ય કરવા તમામ વિભાગોને તાકીદ કરી હતી વરસાદી પાણીના નિકાલ અંગે વિસ્તૃત ચર્ચા કરી નિકાલની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા કહ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિર્દેશક ડૉ. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા, સર્વે પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.





