SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં આચારસંહિતા ભંગની કુલ ૧૪ ફરિયાદોનો ત્વરિત નિકાલ કરાયો.

આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો c-VIGIL એપ પર ફોટો, વિડીયો પુરાવા સાથેની ફરિયાદ કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી શકે

તા.24/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો c-VIGIL એપ પર ફોટો, વિડીયો પુરાવા સાથેની ફરિયાદ કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી શકે

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૦૭/૦૫/૨૦૨૪ નાં રોજ મતદાન યોજાશે ૦૯ સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતવિસ્તારોમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી સંપટના નેતૃત્વ હેઠળ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે જિલ્લા ચૂંટણી અધિકારીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે જો કોઈ નાગરિકને આચારસંહિતાનો ભંગ થતો જણાય તો ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો c-VIGIL એપ પર ફોટો, વિડીયો પુરાવા સાથેની ફરિયાદ કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી શકે છે સુરેન્દ્રનગર જિલ્લાનાં વિધાનસભા મત વિસ્તારોમાંથી c-VIGIL ના માધ્યમથી અત્યાર સુધી મળેલ કુલ ૧૪ ફરિયાદોનો જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો છે જિલ્લામાં ચૂંટણીને લગતી કોઈપણ પ્રકારની ફરિયાદ માટે ડિસ્ટ્રીકટ ઇલેક્શન ઓફિસ સુરેન્દ્રનગર ખાતે ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેનો ટોલ ફ્રી નંબર ૧૯૫૦ છે આ ઉપરાંત c-VIGIL મોબાઈલ એપ પર પણ ફરિયાદ કરી શકાય છે ફરિયાદ નિવારણ સેલમાં c-VIGIL એપના માધ્યમથી અત્યાર સુધીમાં ૧૪ ફરિયાદો નોંધાઈ છે c-VIGIL ના માધ્યમથી નોંધાયેલ ફરિયાદોમાં ૧૧ ફરિયાદો ૬૨-વઢવાણ મત વિસ્તારમાં, ૦૧ ફરિયાદો ૬૩-ચોટીલા મતવિસ્તારમાં, ૦૧ ફરિયાદ ૬૦-દસાડા મતવિસ્તારમાં તેમજ ૦૧ ફરિયાદ ૬૪-ધ્રાંગધ્રા મતવિસ્તારમાં નોંધાઈ છે આમ આવી કુલ ૧૪ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરાયો છે ૨૪×૭ કલાક સક્રિય રહેતી ૧૯૫૦ હેલ્પ લાઇન નંબર પર તા.૧૬/૦૩/૨૦૨૪થી અત્યાર સુધીમાં ચૂંટણી કાર્ડમાં સુધારા કરવા, નવા નામ ઉમેરવા સહિતની મતદાર યાદી સંબંધિત માહિતી સહિતની વિગતોની પૂછપરછ સંદર્ભે કુલ ૮૮ કોલ આવ્યા હતા જેમને સંતોષકારક માર્ગદર્શન આપવામાં આવ્યું છે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટે જણાવ્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪માં આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય અને ચૂંટણી આદર્શ વાતાવરણમાં યોજાય તે માટે સમગ્ર જિલ્લામાંથી રજૂ થતી ફરિયાદોના મોનિટરિંગ તથા નિવારણ હેતુ જિલ્લા કક્ષાએ c-VIGIL કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે આદર્શ આચાર સંહિતા સંબંધિત ફરિયાદો માટે ચૂંટણી પંચ દ્વારા c-VIGIL એપ્લિકેશન વિકસાવવામાં આવી છે આ એપ્લિકેશનની મદદથી રજૂઆત કર્તા જે-તે સ્થળેથી જ ફરિયાદ એપ્લિકેશન મારફતે અપલોડ કરી શકશે અને આ ફરિયાદ તુરત જ સંબંધિત ટીમ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને ફોરવર્ડ થશે. સંબંધિત અધિકારી ટીમ દ્વારા રજૂઆતનો નિકાલ કરવામાં આવશે ચૂંટણીલક્ષી ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ ૧૯૫૦ ફોન નંબર કાર્યરત છે ચૂંટણીમાં ખર્ચ સંબંધિત જરૂરી માહિતી અને માર્ગદર્શન અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી શાખા, કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જેનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૫૮૮૨ બે હન્ટીંગ લાઇન સાથે કાર્યરત કરાયો છે. આ નંબર પર (૨૪X૭) પર ફોન કરી ફરિયાદ રજૂ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!