LAKHTARSURENDRANAGAR

લખતર તાલુકાના આદલસર ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

શાળા પ્રવેશોત્સવના કારણે બાળકોનું શાળાઓમાં નામાંકન ૧૦૦ ટકા થયું, ડ્રોપ આઉટ રેશિયો ઘટયો - નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા

તા.27/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

શાળા પ્રવેશોત્સવના કારણે બાળકોનું શાળાઓમાં નામાંકન ૧૦૦ ટકા થયું, ડ્રોપ આઉટ રેશિયો ઘટયો – નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરુઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના આદલસર અને લખતર જુગતરામ દવે પ્રાથમિક શાળા ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાનાં અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગ સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટે, શિક્ષણની ગુણવત્તા વધે, ૧૦૦% નામાંકન થાય તે હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી જેના ફળસ્વરૂપે આજે રાજ્યભરમાં બાળકોનું શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન થઈ રહ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છે શિક્ષણ ક્ષેત્રે સરકારે લીધેલા પગલાઓની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સરકારી શાળાઓમાં ક્વોલિફાઇડ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે અગાઉ શાળાઓમાં ગ્રાન્ટના અભાવે વીજળી, શૌચાલય અને પાણીની સુવિધાઓ પણ ન હતી. જયારે અત્યારે શાળાઓમાં આધુનિક કોમ્પ્યુટર લેબ, સ્કૂલ ઓફ એક્સલેન્સના પરિણામે શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધાર થયો છે બાળકોને શિક્ષણ માટે જરૂરી એવી તમામ માળખાકીય સુવિધાઓ મળી રહે એની સરકારે તકેદારી લીધી છે વધુમાં દંડકએ પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી શાળામાં આવકાર્યા હતા વધુમાં તેમણે શાળાના શિક્ષકઓને ભવિષ્યમાં શિક્ષણ માટેની કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો ધ્યાન દોરવા જણાવ્યું હતું શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોના વરદહસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી તેમજ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું વધુમાં શાળાના બાળકોએ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા તેજસ્વી વિદ્યાર્થીઓ અને શાળામાં સૌથી વધારે હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય ગુણવંતભાઈ વાઘેલા, સામાજીક ન્યાય સમિતિ ચેરમેન પ્રભુભાઈ મકવાણા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેન કર્મદીપસિંહ ઝાલા, આદલસર સરપંચ ઘનશ્યામભાઈ લકુમ, જયેશભાઇ પટેલ, ડી.કે.ચવલીયા શાળાના આચાર્ય, શિક્ષકો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button