સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો અન્વયે જરૂરી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
વિદેશી ફટાકડાના વેચાણ - આયાત પર પ્રતિબંધ, ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ જ નિયમ મુજબ કરી શકશે
તા.11/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વિદેશી ફટાકડાના વેચાણ – આયાત પર પ્રતિબંધ, ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ જ નિયમ મુજબ કરી શકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીના તહેવારો પૂર્વે સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ, જાહેર જનતાની, જાનમાલની સલામતી અર્થ વેચવામાં આવતા વિદેશી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ તથા ફોડવામાં આવતાં ફટાકડાં (દારૂખાના) થી આગનાં, અકસ્માતનાં અને તોફાનોના બનાવો ન બને તે આશયથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. કે. ઓઝા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામાં અનુસાર, સુપ્રિમ કોર્ટ દ્વારા ભારે ઘોંઘાટ, હવા પ્રદુષણ, ધ્વનિ પ્રદુષણ કરતા ફટાકડા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમજ ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેનાં ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવી છે હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર પેટ્રોલીયમ અને એક્સપ્લોઝીવ સેફટી ઓર્ગેનાઈઝેશન દ્વારા અધિકૃત અને માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ નિયમ મુજબ કરી શકશે. ઉપરાંત તમામ ઇ-કોમર્સ વેબસાઇટને ઓનલાઇન તમામ પ્રકારનાં ફટાકડાનાં ઓર્ડર લેવા પર તથા ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે દિવાળી તથા અન્ય તહેવારો નિમિત્તે ફટાકડા રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩.૫૫ કલાકથી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે આ ઉપરાંત હંગામી ફટાકડા લાયસન્સ મેળવેલ ન હોય તેવા કોઇપણ વેન્ડર, લારી-ગલ્લા ટેમ્પરેરી શેડ બાંધીને ફટાકડાનું જે વેચાણ કરે છે તેને અટકાવવા આવા વેપારીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ તથા ગુજરાત પોલીસ એક્ટ, ૧૯૫૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે પુખ્ત વ્યક્તિઓ સાથે ન હોય ત્યાં સુધી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફટાકડા વેચવાના રહેશે નહીં ફટાકડાનાં સંગ્રહ અને વેચાણ દરમિયાન ધુમ્રપાન અથવા કોઈપણ પ્રકારના દીવા, ફાનસ, મીણબત્તીને મંજુરી આપવાની રહેશે નહી ફટાકડાની દુકાનમાં પર્યાપ્ત માત્રામાં અગ્નિશામક સાધનો, રેતીની ડોલ રાખવાની રહેશે દુકાનની સામે કોઈ કામચલાઉ શેડ કે પ્લેટફોર્મ બનાવવાના રહેશે નહી તેમજ દુકાનમાં વિદ્યુત લાઈટનું વાયરીંગ યોગ્ય રીતે કરવાનું રહેશે વધુમાં, હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થા, કોર્ટ, ધાર્મિક સ્થળોથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તેમજ જાહેર રસ્તા/રોડ તથા ફુટપાથ ઉપર ફટાકડા ફોડી શકાશે નહીં તથા ચાઈનીઝ તુકકલ અને આતશબાજ બલુનના વેચાણ તેમજ ઉડાડવા પર પણ પ્રતિબંધ ફરવામાં આવે છે આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૦૫.૧૧.૨૦૨૫ સુધી અમલમાં રહેશે આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે ગ્રીન ફટાકડા એ પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્યથી CSIR-NEERI (નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) દ્વારા વિકસાવવામાં આવેલો એક ઇકો-ફ્રેન્ડલી વિકલ્પ છે આ ફટાકડા પરંપરાગત ફટાકડા કરતાં ૩૦% થી ૪૦% ઓછું પ્રદૂષણ ફેલાવે છે તેનું મુખ્ય કારણ એ છે કે ગ્રીન ફટાકડામાં બેરિયમ નાઈટ્રેટ, સલ્ફર અને પોટેશિયમ નાઈટ્રેટ જેવા હાનિકારક રસાયણોનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં અથવા બિલકુલ કરવામાં આવતો નથી પરિણામે તે નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓનું ઉત્સર્જન ઘટાડે છે ગ્રીન ફટાકડામાં મુખ્યત્વે SWAS, STAR અને SAFAL જેવા પ્રકારોનો સમાવેશ થાય છે જેમાંથી કેટલાક ફૂટતી વખતે પાણીની વરાળ છોડીને ધૂળના કણોને નીચે બેસાડી દે છે આ ઉપરાંત, ગ્રીન ફટાકડા ધ્વનિ પ્રદૂષણ પણ ઘટાડે છે જ્યાં સામાન્ય ફટાકડા ૧૬૦ ડેસિબલ સુધીનો અવાજ ઉત્પન્ન કરી શકે છે ત્યાં ગ્રીન ફટાકડાનો અવાજ ૧૧૦ થી ૧૨૫ ડેસિબલ સુધી મર્યાદિત હોય છે જે આરોગ્ય માટે ઓછો જોખમી છે ગ્રાહકો આ ફટાકડાને તેના પેકેટ પર લગાવેલા CSIR-NEERI અને PESOના લોગો તેમજ QR કોડ દ્વારા સરળતાથી ઓળખી શકે છે આ QR કોડ ફટાકડાની રચના અને ઉત્સર્જનના સ્તરની વિગતો આપે છે આમ, ગ્રીન ફટાકડા દિવાળીની ઉજવણી અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવા માટે એક સુરક્ષિત માર્ગ પૂરો પાડે છે.