DAHODGUJARAT

રાજ્યના ૩૦ શ્રેષ્ઠ શિક્ષકોમાં દાહોદના પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ માળીની પસંદગી થઈ

તા.૨૬.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:રાજ્યના ૩૦ શ્રેષ્ઠ શિક્ષકોમાં દાહોદના પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ માળીની પસંદગી થઈ શિ ક્ષક કભી સાધારણ નહિ હોતા

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાની પુંસરી ગામના ધો. ૬ થી ૮ ના પ્રાથમિક શિક્ષકની અસાધારણ પ્રતિભાએ દાહોદ જિલ્લાને ગૌરવ અપાવી રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે રાજ્યકક્ષાનો શિક્ષકોના પારિતોષિક સન્માન મેળવનારા મધ્ય ઝોન માંથી તેમની પસંદગી થતા શિક્ષક સમાજમાં હર્ષ અને આનંદની લાગણી ફેલાઈ સુરેશભાઈ માળીને આ પારિતોષિક બદલ તેઓને ૫૧ હજારનો પુરસ્કાર,શાલ અને સન્માનપત્ર આપી શિક્ષકદિને બહુમાન કરવામાં આવશે.શ્રેષ્ઠ શિક્ષક તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવતા શિક્ષક દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે. ૨૨ વર્ષની પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી પુરી કરનાર સુરેશભાઈ માળી અત્યાર સુધીમાં તેમનાં વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાની, જિલ્લા કક્ષાની અને રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા બનાવી ચૂક્યા છે સાથેજ શિક્ષકશ્રી દ્વારા ઇનોવેશન,ક્રિયાત્મક સંશોધન,ઓનલાઇન ઓફલાઇન એજ્યુકેશનની સાથે રાજ્ય સરકાર દ્વારા આયોજિત જુદીજુદી શિષ્યવૃત્તિ મેળવતી પરીક્ષાઓ જેવીકે N.M.M.S, P.S.E , જ્ઞાન સાધના, ચિત્રકામ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધામાં વિધાર્થીઓની કલાને કંડારીને ઉત્તમ પરિણામ મેળવ્યા છે.સાથેજ તેઓ અંગ્રેજી વિષયને સરળતાથી અને ક્ષતિ રહિત કેવી રીતે શીખવી શકાય તે દિશામાં તેઓ ઉચ્ચ કોટિનું શિક્ષણ તેમની શાળમાં આપી રહ્યાં છે.વિદ્યાર્થીઓ માટે ઉપયોગી શૈક્ષણિક ઉપકરણોની વાત કરતાં તેઓએ વિવિધ વિષયોના ટી એલ એમ હોય તથા શૈક્ષણિક રમકડાઓ દ્વારા વર્ગખંડમાં સચોટ શિક્ષણ પૂરું પાડ્યું છે. વિદ્યાર્થીઓને મોજ પડી જાય અને શાળામાં હસતા,રમતાં શિક્ષણ મેળવે તે દિશામાં નક્કર કામગીરી બાબતે તેમને પુંસરી ગામને અને પોતાના સમાજને ગૌરવ અપાવનાર શિક્ષકે આ વર્ષે જિલ્લાનું નામ રાજ્યભરમાં રોશન કર્યું છે

Back to top button
error: Content is protected !!