SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ તાલુકાના કોઠારીયા ખાતે 45 રબારી સમાજની દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા.

તા.15/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારિયા ગામમાં શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ ગૌશાળા પરિવાર દ્વારા શ્રી વજા ભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે આ કથા 11 એપ્રિલથી 17 એપ્રિલ સુધી યોજાયેલ છે આ સપ્તાહ દરમિયાન પ્રખ્યાત કથાકાર જીગ્નેશદાદા ’રાધેરાધે’ સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે કથાના સાત દિવસ દરમિયાન દરરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે કથા દરમિયાન પોથીયાત્રા, શોભાયાત્રા, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, વામન જન્મોત્સવ, ગિરિરાજ ઉત્સવ અને રૂકિમણી વિવાહ જેવા વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાશે રાત્રિના સમયે લોક ડાયરો અને રાસ-ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે આ પ્રસંગે રાજ્યભરના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા છે જેમાં દુધરેજ વડવાળા મંદિરના મહામંડલેશ્વર પૂ. કનીરામ બાપુ, લઘુ મહંત પૂ. નાગરદાસ બાપુ, કોઠારી પૂ. મુકુંદરામ બાપુ અને દુધઈ વડવાળા મંદિરના પૂ. રામબાલક દાસ બાપુ સહિતના સંતો-મહંતો અને મહાનુભાવો હાજરી આપશે આયોજનને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો દ્વારા સાત દિન તૈયારીઓ ચાલી રહી છે કોઠારી મુકુંદરામ બાપુ, સ્વ. વજા ભગતના ભાઈ, તેમજ આગેવાનો ઘનશ્યામભાઈ સાવધરીયા, દેવશીભાઈ પઢેરીયા, જયદીપભાઈ પ્રજાપતિ, રબારી સમાજના આગેવાનો અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા ગામમાં સેવાભાવી વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું છે આ કથામાં વ્યાસપીઠ પરથી જીગ્નેશ દાદા ભક્તોને કથાનું રસપાન કરાવશે કથા શ્રવણ માટે મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી આવે તેવી શક્યતા છે આને ધ્યાનમાં રાખીને કોઠારીયા ધામ ખાતે ભવ્ય કથા મંડપ અને ભોજન માટે વિશાળ મંડપ બનાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સુરેન્દ્રનગરના કોઠારીયા ગામે આજે 15 માર્ચના રોજ ઝાલાવાડ રબારી સમાજના 11મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે વજા ભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે યોજાનાર આ પ્રસંગે 45 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે આ સમૂહ લગ્ન કોઠારીયા સ્થિત રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ અને ગૌશાળાના વજા ભગતના સાનિધ્યમાં યોજાશે નવદંપતીઓ વજાબાપાના આશીર્વાદ મેળવી તેમના લગ્નજીવનનો પ્રારંભ કરશે ઝાલાવાડ રબારી સમાજના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયાએ જણાવ્યું હતું કે 45 દીકરીઓ લગ્ન સંસારની શરૂઆત કરશે અને વજા ભગતના આશીર્વાદ હંમેશા તેમના પર રહેશે આ પ્રસંગે રહેલી રાધે-રાધે જીગ્નેશ દાદાની કથા સાથે ત્રિવેણી સંગમ રચાશે આ અવસરે જગતગુરુ કનીરામ બાપુનું ભવ્ય સન્માન કરવામાં આવશે તેમજ ભાજપના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાનું પણ સ્વાગત અને સન્માન યોજાશે આ ઉપરાંત વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સંતો-મહંતો તેમજ અન્ય આગેવાનોનું પણ સન્માન કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!