SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે જિલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં પોલીસ અને પરિવારજનો માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો.

તા.22/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિકારી તથા કર્મચારીઓના આરોગ્યની ચકાસણી માટે તા.૨૨/૦૬/૨૦૨૪ તથા તા.૨૩/૦૬/૨૦૨૪ એમ બે દિવસ મેગા કેમ્પનુ સી.યુ.શાહ મેડીકલ કોલેજ ખાતે આયોજન કરવામાં આવેલ છે આ મેગા કેમ્પને આજરોજ તા.૨૨/૦૬/૨૦૨૪ ના રોજ સી.યુ.શાહ મેડીકલ કોલેજ ખાતેથી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધીક્ષક ડૉ.ગીરીશ પંડ્યા સાહેબ તથા સી.યુ.શાહ મેડીકલ કોલેજના ચેરમેન જીતેન્દ્ર સંઘવી તથા સેક્રેટરી હેમંત શાહ તથા ટ્રસ્ટીશ્રીઓ કિરણભાઇ મહેતા તથા નીલેશભાઇ દોશી તથા ડાયરેક્ટર ડૉ. શ્યામ શાહ તથા તથા ડીનશ્રી સી.યુ.શાહ મેડીકલ કોલેજ ડૉ. રીના ગઢવી તથા આસીસ્ટન્ટ ડીન ડૉ. રૂપમ ગુપ્તાનાઓની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવેલ જે સમારંભમાં ડૉ. રૂદ્દદત્તસિંહ ઝાલા તથા ડૉ. શ્રેયાંશ ગાંધી તથા ડૉ.આર.જી.થાનકી તેમજ શહેરના અન્ય જાણીતા ડૉકટરઓ તથા ફાર્માસ્યુટીકલ ઉત્પાદકઓ ખાસ ઉપસ્થિત રહેલ હતા.

સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સતત ફરજ બજાવતા અને લોકોની જાનમાલની રક્ષણ માટે સતત કાર્યરત રહેતા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્ય માટે ખાસ સમય ફાળવી શકતા નથી જેને કારણે નાની મોટી બીમારીઓનો ભોગ બનતા હોય છે જેથી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ડૉ. ગીરીશ પંડયા IPS સાહેબનાઓ દ્વારા તમામ પોલીસ કર્મચારી તથા અધિકારીઓ તથા સીવીલીયન સ્ટાફ ગણ તથા તેમના પરીવારજનોના સ્વાસ્થ્યની ચિંતા કરી, તેઓના માર્ગદર્શન અને રાહબરી હેઠળ પોલીસ વેલ્ફેર અંતર્ગત સંપુર્ણ હેલ્થ ચેકઅપ માટે બે દીવસીય મેગા મેડીકલ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે જે મેગા કેમ્પમાં સીબીસી, ઇએસઆર, બ્લડ ગ્રુપ જેવા પ્રાથમીક તપાસણી અહેવાલથી લઇને ડાયાબેટીક પ્રોફાઇલ, કીડની પ્રોફાઇલ, લીવર પ્રોફાઇલ, લીપીડ પ્રોફાઇલ, થાઇરોઇડ પ્રોફાઇલ, કેન્સર સ્ક્રીનીંગ, એનીમીયા પ્રોફાઇલ જેવા વિવિધ કુલ ૪૦ પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે જે સ્ક્રીનીંગના આધારે તમામને સ્થળ પર જ નિષ્ણાંતઓ દ્રારા જરૂરી મેડીકલ સહાય તથા જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે આ મેગા મેડીકલ કેમ્પમાં સી.યુ.શાહ મેડીકલ કોલેજના નિષ્ણાંત ડૉકટરઓ તથા શહેરની ફાર્માસ્યુટીકલ કંપીનઓ દ્રારા સેવા આપવામાં આવનાર છે.

Back to top button
error: Content is protected !!