પાટડીના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ પખવાડિયાની ઉજવણી – THR માંથી બનતી પૌષ્ટિક વાનગીઓનું સફળ નિદર્શન

તા.16/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ઘટકના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં આજરોજ ‘પોષણ પખવાડિયા’ અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં THR (ટેક હોમ રેશન)માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું ખાસ કરીને પાટડી-૧ ઘટક હેઠળ આવતા બજાણા સેજાના વિવિધ કેન્દ્રો પર આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લાભાર્થીઓને THRના યોગ્ય ઉપયોગ તેની પૌષ્ટિકતા અને આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે ઊંડાણ પૂર્વક માહિતગાર કરવાનો હતો નિદર્શન દરમિયાન વિવિધ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓ તૈયાર કરીને રજૂ કરવામાં આવી હતી આ પ્રત્યક્ષ નિદર્શન થકી લાભાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે તેઓ ઘરેલુ સ્તરે કેટલી સરળતાથી THRનો ઉપયોગ કરી શકે છે અને પોતાના તથા પરિવારના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો લાવી શકે છે આ સમગ્ર આયોજનમાં સંબંધિત સુપરવાઈઝર બહેનો તથા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉત્કૃષ્ટ અને સક્રિય સહભાગીતા નોંધાવવામાં આવી હતી તેઓએ ઉપસ્થિત લાભાર્થીઓને THRના નિયમિત ઉપયોગથી થનારા ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને આદર્શ પોષણ માટે પ્રેરિત કર્યા હતા લાભાર્થીઓએ પણ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમ સમાજમાં પોષણ પ્રત્યેની જાગૃતિ વધારવા અને કુપોષણ નાબૂદીની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે.



