NAVSARIVANSADA

કોન્ટ્રાકટર દ્વારા અંગાડવાડીની ફરતે પાયો ખોદી અઢીમાસ થી કામગીરી બંધ બાળકો ખાડામાં પડવાની ભીતિ

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ, વાંસદા

કોન્ટ્રાકટર દ્વારા અંગાડવાડીની ફરતે પાયો ખોદી અઢીમાસ થી કામગીરી બંધ બાળકો ખાડામાં પડવાની ભીતિ

વાંસદા તાલુકાના પાલગભણ ગામે અંગાડવાડીની ફરતે કંપાઉન્ડ વોલની કામગીરી માટે કોન્ટ્રાકટર દ્વારા અંગાડવાડીની ફરતે પાયો ખોદી કમ્પાઉન્ડ વોલની કામગીરી ટલે ચડાવી હતી જેને કારણે આગંડવાડીમાં અવરજવર કરવા માટે બાળકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોન્ટ્રાક્ટરના પાપે ખોદેલા પાયામાં આંગણવાડીના બાળકો પડે અને જાનહાની થાય એની જવાબદારી કોન્ટ્રાકટર લેશે કે કેમ એ જોવું રહ્યું આંગણવાડીની ફરતે બનવવામાં આવનાર કંપાઉન્ડ વોલની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા પાયો ખોદી અઢીમાસ સુધી કામગીરી કરવામાં આવી ન હોય જે બાબતે ગ્રામજનોએ અનેક વાર ગ્રામપંચાયતમાં મૌખિક તથા લેખિત રજુવાત કરવા છતાં ગ્રામપંચાયતના જવાબદારો દ્વારા કામગીરીની સમીક્ષા કરી આવા કોન્ટ્રકટરને તાત્કાલિક ધોરણે કામગીરી કરવા માટે જણાવવામાં કેમ નથી આવતું એવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે તેમજ આંગણવાડીની લગોલગ ભૂગર્ભ ટાંકી આવેલી છે ભૂગર્ભ ટાંકી પર કોન્ટ્રાકટર દ્વારા ઢાંકણું નાખવામાં આવ્યું નહોય જેને લઈ આંગણવાડીના બાળકો રમતા રમતા ટાંકીમાં પડવાની પણ ભીતિ સર્જાઈ રહી છે જેને કારણે આંગણવાડીની ફરતે કોન્ટ્રાક્ટરો દ્વારા ખોદેલા પાયા તેમજ ઢાંકણ વગરના ખુલ્લા ભૂગર્ભ ટાંકાને કારણે બાળકોના વાલીઓને બાળકોને લઈ ગંભીર અકસ્માતો થવાની ભીતિ સેવાઇ રહી છે જેને કારણે આ બાબતે સંબંધિત તંત્ર સજાગ થઈ કોન્ટ્રાક્ટરો પાસે યુદ્ધના ધોરણે કામગીરી કરાવે એ જરૂરી બન્યું છે એવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે

બોક્ષ: આંગણવાડીની ફરતે કમાઉન્ડ વોલ તેમજ ભૂગર્ભ ટાંકી બાબતે કોન્ટ્રકટરને સૂચના આપી દેવામાં આવી છે જેને લઈ આ દિશામાં યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે તેમજ કોન્ટ્રાકટર દ્વારા મટિરિયલ નાખી દેવામાં આવ્યું છે જેને લઈ કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવશે- વિનોદભાઈ પટેલ સરપંચ પાલગભણ

બોક્ષ: કંપાઉન્ડ વોલનું કામ કરવા માટે આંગણવાડીની ફરતે કોન્ટ્રાકટર દ્વારા પાયો ખોદવામાં આવ્યો હતો પરંતુ અઢી મહિનો વીતવા છતાં કંપાઉન્ડ વોલની કામગીરી શરૂ કરવામાં આવી ન હોય જેથી ખોદેલા પાયામાં બાળકો પડી અકસ્માત સર્જાય જવાનો ભય સતાવે છે તેમજ આંગણવાડીની નજીક ભૂગર્ભ ખુલ્લી ટાંકીને કારણે આંગણવાડી વર્કરોએ બાળકોને ખુબજ સાચવવા પડે છે કંપાઉન્ડ વોલની કામગીરી ઝડપથી કરવામાં આવે એ જરૂરી છે- ચિંતન પટેલ સ્થાનિક પાલગભણ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!