SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જળ સંપત્તિ તથા વિવિધ વિભાગોના રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ જેટલા વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ

તા.30/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જળ સંપત્તિ તથા વિવિધ વિભાગોના રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ જેટલા વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે પધારનાર છે જેમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના તથા વિવિધ વિભાગના રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ જેટલા વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ આનંદ ભુવન, સુરેન્દ્રનગર ખાતે સવારે ૧૦.૩૦ કલાકે યોજાશે જેમાં મુખ્ય મહેમાન તરીકે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય કક્ષા વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા વિશેષ ઉપસ્થિત રહેશે અતિથિ વિશેષ તરીકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરા, પરસોતમભાઈ પરમાર ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવનાર લોકાર્પણ કાર્યક્રમની વિગત નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગ અને કલ્પસર વિભાગના રૂ. ૧૦૮.૦૪ કરોડના બે કામ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રૂ. ૦૭.૧૫ કરોડનું એક કામ સહિત કુલ રૂ. ૧૧૫.૧૯ કરોડના કુલ ૩ કામનું લોકાર્પણ કરવામાં આવશે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવનાર ખાતમુહૂર્ત કાર્યક્રમની વિગત શિક્ષણ વિભાગના રૂ. ૬૦ લાખનું એક કામ, નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગના રૂ.૫૫૬.૪૩ કરોડના ૬ કામ, માર્ગ અને મકાન વિભાગના રૂ. ૨૨.૫૮ કરોડનું એક કામ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું રૂ. ૧.૪૫ કરોડનું એક કામ સહિત રૂ. ૫૮૧.૦૬ કરોડના ૯ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

Back to top button
error: Content is protected !!