SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં બ્લેકઆઉટ દરમિયાન નાગરિકોએ દાખવ્યું સ્વયંભૂ શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

મોકડ્રીલ અને બ્લેકઆઉટ દરમિયાન તંત્રને પૂરતો સહયોગ આપવા બદલ જિલ્લાના નાગરિકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં જીલ્લા કલેકટર

તા.31/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મોકડ્રીલ અને બ્લેકઆઉટ દરમિયાન તંત્રને પૂરતો સહયોગ આપવા બદલ જિલ્લાના નાગરિકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં જીલ્લા કલેકટર

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજરોજ સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજાઈ હતી ઓપરેશન શિલ્ડ” અંતર્ગત મોકડ્રીલ આ પ્રથમ તબક્કો હતો. બીજા તબક્કામાં સાંજે ૮.૦૦ થી ૦૮:૩૦ કલાક સુધી નાગરીકો દ્વારા સ્વયંભૂ અંધારપટ (બ્લેક આઉટ) કરવાનું આયોજન હતું જેમાં રાત્રીના ૮ વાગતા સાયરન વાગતાની સાથે જ નાગરિકોએ ફટાફટ પોતાના ઘર સહિત દુકાનો અને આસપાસની લાઈટો બંધ કરી દીધી હતી આટલું જ નહી, આ સમય દરમિયાન રસ્તા ઉપર પસાર થતા વાહનચાલકો દ્વારા પણ સુરક્ષિત રીતે વાહન સાઈડ ઉપર પાર્ક કરી લાઈટ બંધ કરી દઈ અંધારપટમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો સામાન્ય રીતે વ્યાપારથી ધમધમતા સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા શહેરે દેશ માટે સંપૂર્ણ સહકાર આપતા તમામ પ્રકારની લાઈટો બંધ રાખીને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવી હતી નોંધનીય છે કે, દેશ સામે જ્યારે કોઈ ઇમર્જન્સી ઉભી થાય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો પણ ખભેખભો મિલાવી તૈયાર છે તેનો પરિચય આ અંધારપટ દ્વારા સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રાના નાગરિકોએ આપ્યો હતો જિલ્લા કલેકટર કે.એસ.યાજ્ઞિકે આ સફળ બ્લેકઆઉટ માટે સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રાના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!