DHRANGADHRASURENDRANAGAR

ધાંગધ્રા સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગનાં કાર્યપાલકની કચેરીનાં તત્કાલીન સીનિયર ક્લાર્ક વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો!

તા.12/03/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ નાં સુધારા અધિનિયમ ૨૦૧૮ અંતર્ગત સરકારી અધિકારી/ કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમ અપનાવીને કે સત્તાનો દુરુપયોગ કરીને પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા સંબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર કે જંગમ મિલકતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિ અંગેના પ્રોહીબિશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાં જેકસન એક્ટ ૧૯૮૮(સુધારા તારીખ ૩૧-૧૦-૨૦૧૮ અંગેના વધુમાં વધુ કેસ શોધી કાઢવા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ધાંગધ્રા સૌરાષ્ટ્ર શાખા નહેર કાર્યપાલક ઇજનેર કચેરીનાં તત્કાલીન સીનિયર ક્લાર્ક અને ઇન્ચાર્જ નાયબ હિસાબનીસ રાજેશભાઈ દેવમુરારી ઉંમર વર્ષ-૬૧ વર્ગ-૩ કાર્યપાલક ઇજનેર ની કચેરી સૌરાષ્ટ્ર શાખા નંબર વિભાગ નંબર ૨/૧ ધાંગધ્રાનો અપ્રમાણસરની મિલકતની તપાસનો પિરિયડ તારીખ ૧-૪-૨૦૧૨ થી તારીખ ૩૧-૮-૨૦૧૯ સુધીના દરમ્યાન મેળવવામાં આવી હતી જે દસ્તાવેજી પુરાવા તથા બેંક ખાતાની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહિતી તેમજ તેમના નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા કરવામાં આવ્યું હતું જે બાદ એ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદાનો દુરુપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીત રસમ અપનાવી ભ્રષ્ટાચારથી નાણા મેળવી તે નાણાનો ઉપયોગ કરી પોતાના નામે મિલકતોમાં રોકાણ કર્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાહેર થયું છે આરોપી પાસેથી રૂપિયા છત્રીસ લાખ ઓગણ ચાલીસ હજાર છસ્સો ચોવીસ પુરાનું એટલે કે ૬૫.૩૩% વધુ અપ્રમાણસર મિલ્કતો એટલે કે આવક કરતા વધુ સંપત્તિ વસાવી હોય તેવી અરજીની તપાસ કે. એચ. ગોહિલ મદદનીશ નિયામક એસીબી રાજકોટ એકમના માર્ગદર્શન હેઠળ એસીબી પીઆઇ સુરેન્દ્રનગર એમ. ડી. પટેલ સરકાર તરફે ફરિયાદી બનીને સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૩(૧) એ ૧૩(૨) તથા ભ્રષ્ટાચાર અધિનિયમ-૧૯૮૮ નાં સુધારો-૨૦૧૮ ની કલમ ૧૩(૧)બી ૧૩(૨) મુજબ ગુનો દાખલ કર્યો છે જે ગુના ની આગળ ની તપાસ રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનના પી.આઈ. જે. એમ. આલને સોંપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!