SURENDRANAGARWADHAWAN
ચૂંટણી ઢંઢેરો મહારાષ્ટ્રનો અને લાલઘુમ ખેડૂત ગુજરાતનો! – રાજુભાઈ કરપડા
તા.13/11/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
હવે એક પછી એક ગામ ના ખેડૂત મેદાનમાં આવી રહ્યા છે ખેડૂતોએ વિડિયોના માધ્યમથી મહત્વની અપીલ કરી સરકારને સંદેશ આપ્યો છે! આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો વીડિયો તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારની દોગલી નીતિને ખુલ્લી પાડશે! મહારાષ્ટ્રના ખેડૂતના દેવા માફી અને મહિલાને 2100 રૂપિયા દર મહિને આપવાની ભાજપ દ્વારા થયેલી જાહેરાતના બહોળા પ્રત્યાઘાત ગુજરાતમાં પડી રહ્યા છે એક પછી એક ખેડૂત વિડીયો બનાવી સરકાર પાસે ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થાય અને મહિલાઓને દર મહિને 2100 મળે એ માંગ સાથે બોલતા થયા છે..! ખેડૂતો અને મહિલાઓ માટે આગામી દિવસોમાં આ મુદ્દે જો ધારાસભ્યઓ સરકારમાં રજૂઆત નહીં કરે તો ધારાસભ્યોને ખુલ્લા પાડીશું અને જરૂર પડશે તો ઘેરાવો પણ કરીશું.