ધ્રાંગધ્રાના દસ ગામના ખેડૂતોએ નાયબ કલેકટર સાથે પાવર ગ્રીડ કંપનીનું વળતરના મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો હતો
માંગ નહીં સ્વીકારાય તો ગાંધી માર્ગે આંદોલનની ચીમકી અપાઇ
તા.07/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી, ગોપાલગઢ, વાવડી હરીપર સહીત આજુબાજુના દસ ગામના ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી પાવરગ્રીડ વીજ લાઇનનું યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો હતો જે અંગે નાયબ ડેપ્યુટી કલેકટર સાથે 10 ગામથી વધુના ખેડૂતો દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે બેઠક યોજાઇ હતી અને જો ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે આવનારા દિવસોમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી રાજ્યના ખેડૂતોને ખાનગી કંપની દ્વારા ખેતરોમાં ઘુસી જઈ ઊભા પાકને નુકશાન કરતાં હોવાથી અનેક વખત કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાના કિસ્સા પ્રકાશમાં આવે છે તેવામાં ફરી એક વખત ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગોપાલ ગઢ, ઇસદ્રા વાવડી હરીપર સહિત આજુબાજુના 10 ગામના ખેડૂતોના ખેતરોમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડુતોના ખેતરમાં જે.સી.બી સહિતના સાધનો લઇ ખાડા કરવા માટે ઘુસી ગયા હતા જેની જાણ ખેડૂતોને થતાં જ ગામના ખેડૂતો ખેતરે જઈ કંપનીનો વિરોધ કર્યો હતો અને કંપનીના સાધનોને ખેતરમાંથી બહાર કરી દેતા ધાંગધ્રા નાયબ કલેકટરની હાજરીમાં 3 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી જેમાં ખેડૂતોના ઊભા પાક પર જે.સી.બી ફેરવી ખેડૂતોને નુકશાની થવાના લીધે ખેડૂતો કંપની સામે લાલઘૂમ થયા હતા ખેડૂતો દ્વારા જણાવાયું હતું કે તેઓને કંપનીના કામ સાથે કોઈ વાંધો નથી પરંતુ પૂરતી વળતર આપવું જોઈએ કારણ કે મોરબી જિલ્લામાં ખેડૂતોને જે પ્રકારે વળતર મળ્યું છે તેના સામે સુરેન્દ્રનગર જિલ્લામાં વળતર ઓછું આપવામાં આવે છે જેથી પૂરતું વળતર મળશે તો ખેડૂતો કંપનીને કામ કરવાની પરવાનગી આપશે જ્યારે ખેડૂતો દ્વારા પૂરતા વળતરની માંગણી લઈને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને લેખિતમાં રજૂઆત કરેલ છે કેટલાક ખેડૂતો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે રજૂઆત રજૂઆત કરેલ છે ત્યારે આજે ધાંગધ્રા નાયબ કલેકટર સાથે કંકાવટી, ગોપાલગઢ, ઇસદ્રા વાવડી હરીપર સહિત આજુબાજુના 10 ગામના ખેડૂતો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને જો ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે આવનારા દિવસોમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.