SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

દેદાદરા ગામના ખેડૂતો અને સરપંચ મહેન્દ્રભાઈ ચાવડાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો

તા.08/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું ઐતિહાસિક રૂ.૧૦,૦૦૦ કરોડનું કૃષિ સહાય પેકેજ

તાજેતરમાં કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલી અસાધારણ પરિસ્થિતિમાં ખેડૂતોના ઊભા પાકોને થયેલા ભારે નુકસાનમાંથી તેમને ઝડપભેર બેઠા કરવા માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે રૂ.૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું ઐતિહાસિક કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે આ નિર્ણયને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા ગામના ખેડૂતો અને સ્થાનિક નેતૃત્વએ ઉમળકાભેર આવકાર્યો છે દેદાદરા ગામના સરપંચ મહેન્દ્રભાઈ ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “હાલમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભયંકર નુકસાન થયું હતું જે નુકસાનનો સર્વે કરવા માટે મુખ્યમંત્રીએ તાત્કાલિક સૂચના આપી અને તત્કાળ સર્વે કરાવ્યો હતો ખેતીવાડી સરકારી અધિકારીઓ અને ગ્રામસેવકો દ્વારા ઝડપથી માત્ર ત્રણ દિવસની અંદર સર્વે પૂરો કરી અને સર્વેના રિપોર્ટના આધારે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂતો માટે ખૂબ જ સારું કામ કર્યું છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે “આજ સુધીના ઇતિહાસમાં રૂ.૧૦,૦૦૦ કરોડથી પણ વધારેનું બજેટ મંજૂર કરી અને ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે જે બદલ તેમણે દેદાદરા ગામના સરપંચ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે સરકારે સરકારી અધિકારીઓ અને ગ્રામસેવકોની ટીમોને યુદ્ધના ધોરણે કામે લગાવી હતી જેમણે ખૂબ જ ટૂંકા ગાળામાં સર્વે પૂર્ણ કર્યો હતો આ ઝડપી કાર્યવાહી દર્શાવે છે કે સરકાર ખેડૂતોની વેદના પ્રત્યે કેટલી સંવેદનશીલ છે અને તેમને તાત્કાલિક રાહત આપવા માટે કેટલી કટિબદ્ધ છે આ ઐતિહાસિક પેકેજથી ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં અને તેમને ફરી પગભર કરવામાં મોટી મદદ મળશે.

Back to top button
error: Content is protected !!