DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધાંગધ્રા તાલુકાના હામપુર અને રામગઢ પ્રાથમિક શાળા ખાતેથી બાળકોને શૈક્ષણિક કીટ આપી હોંશભેર પ્રવેશ કરાવ્યો

હામપુર પ્રાથમિક શાળા ખાતે રૂ.૦૩ લાખના ખર્ચે તૈયાર થયેલા જલધરનું ઉદ્ઘાટન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

તા.28/06/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

હામપુર પ્રાથમિક શાળા ખાતે રૂ.૦૩ લાખના ખર્ચે તૈયાર થયેલા જલધરનું ઉદ્ઘાટન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-
૨૦૨૫ના ત્રીજા દિવસે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ ધ્રાંગધ્રા તાલુકાની હામપુર પ્રાથમિક શાળા અને રામગઢ પ્રાથમિક શાળા ખાતેથી બાલવાટિકા, ધોરણ-૧ અને ધોરણ-૯ના બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપીને હોંશભેર પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો આજે આ પરંપરાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે રાજ્યની સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના હેતુથી મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સની શરૂઆત કરાવવામાં આવી છે જેનો હેતુ ઉચ્ચ ગુણવત્તાયુકત સર્વગ્રાહી શિક્ષણ આપવાનો છે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે રાજ્યની દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે સરકારે નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે આમ સરકાર દ્વારા અનેક નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે જેના દ્વારા આજે શિક્ષણનો વ્યાપ સતત વધી રહ્યો છે વાલીઓ અને શિક્ષકગણને ટકોર કરતા દંડકએ વધુમાં ઉમેર્યું હતું કે, શાળામાં આવતા બાળકો પૈકી એક પણ બાળક અધવચ્ચેથી અભ્યાસ છોડી ન જાય તેની તકેદારી લેવા જણાવ્યું હતું તેમણે શાળાના બાળકો ભણી ગણીને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું હાલમાં ખાનગી શાળાઓ કરતાં સરકારી શાળામાં સારા અને ક્વોલિફાઇડ શિક્ષકો આવી રહ્યાં છે જેના કારણે સરકારી શાળાઓમાં સારા શિક્ષણ સાથે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે આથી તમામ વાલીઓને ખાનગી શાળાઓમાંથી બાળકોને સરકારી શાળામાં મોકલવા અપીલ કરી હતી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોના વરદહસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને વિવિધ સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા હામપુર પ્રાથમિક શાળા ખાતે રૂ.૦૩ લાખના ખર્ચે તૈયાર થયેલા જલધરનું ઉદ્ઘાટન કરાયું હતું કાર્યક્રમ બાદ દંડકએ શાળાના વર્ગ ખંડોની મુલાકાત લઈને શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું બાદમાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા, પર્યાવરણ, બેટી બચાવો સહિતના વિષયો પર પ્રેરણાદાયી વક્તવ્ય પણ રજૂ કર્યું હતું કાર્યક્રમના અંતે હામપુર પ્રાથમિક શાળા ખાતે દંડક સહિતના મહાનુભાવોએ સરકારી ટ્રાન્સપોર્ટેશન બસને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ ડોરીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રઘુભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય કાળુભાઈ, APMC વાઈસ ચેરમેન મનીષભાઈ પટેલ, અગ્રણી વિપુલભાઈ પટેલ, કાનજીભાઈ પટેલ, અજીતભાઈ આલ, ભગવાનભાઈ ઠાકોર, આચાર્ય ભાવેશભાઈ પાણકુટા સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!