SAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સાયલાનાં ઇશ્વરીયાની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન પકડાયું.

તા.06/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જિલ્લામાં ચાલતી ગેરકાયદે ખનીજ ખનન રોકવા કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી છે નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન નીચે સાયલા ઇન્ચાર્જ પીઆઈ ડી.ડી. ચુડાસમા, જયપાલસિંહ રાઠોડ, સુરેશભાઈ ખરગીયા, રવીરાજસિંહ ઝાલાએ તા.4-2એ રાતે ઇશ્વરીયા ગામની સીમમાં ગેરકાયદે કાર્બોસેલ ખનીજ ખનન થતું હોવાની બાતમી આધારે રેડ કરી હતી જેમાં પોલીસને ગેરકાયદે કાર્બોસેલના કુવા 5 તેમજ 60 મેટ્રિક ટન કાર્બોસેલ ખનીજ, ખોદકામમાં વપરાતા 4 પાઇપો, 2 બ્રેકેટ સહિત રૂ.2,00,000નો મુદ્દામાલ ઝડપ્યો પોલીસે આ બાબતે આગળની કાર્યવાહી કરવા માટે ખનીજ વિભાગ સુરેન્દ્રનગરની ટીમને જાણ કરવામાં આવી હતી આ પકડાયેલા કૂવા અંદાજે 45 થી 50 મીટરની ઉંડાઇ ધરાવતા હોવાનું તેમજ સરકારી ખરાબાની જમીનમાં હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું હતું ત્યારે ખનીજ વિભાગ દ્વારા સ્થળની, સરવે નંબરની સહિતની તપાસ માટે કાર્યવાહી શરૂ કરશે.

Back to top button
error: Content is protected !!