સાયલા તાલુકાનાં મદારગઢ ગામની સીમમાંથી ગેરકાયદેસર ખનન ઝડપી રૂ.1,10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.28/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા પંથકમાં સરકારી પ્રતિબંધો અને અગાઉ થયેલી મોટી દંડાત્મક કાર્યવાહી છતાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ ફરી એકવાર સક્રિય થયા છે સાયલા તાલુકાના મદારગઢ ગામની સીમમાં અગાઉ પકડાયેલી કરોડોની ખનીજ ચોરી વાળી જગ્યા પર જ ફરીથી ગેરકાયદે ખનન થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે સાયલા પોલીસે દરોડો પાડતા 2 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત કુલ રૂપિયા 1.10 કરોડનો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કરાયો હતો સાયલા તાલુકાની તમામ સીમ જમીનમાં ગેરકાયદે ખોદકામ થતું જોવા મળે છે એટલી હદે ખનીજ ચોરી થાય છે કે જે અગાઉ ખોદકામ કરી ખનીજ ચોરી કરતા તત્વો સામે ખનીજ વિભાગે દંડ ફટકાર્યો હોવા છતાં ખનીજ ચોરી અટકતી નથી ત્યારે ખનીજ વિભાગ દ્વારા મદારગઢની સીમમાં ગેરકાયદે ખનીજ ચોરી ઝડપી લીધી હતી કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને રૂ. 4 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો છતાં તે જગ્યાએ ફરી ખનીજ ચોરી શરૂ થઈ હોવાની બાતમી સાયલા પોલીસને મળી હતી આ બાબતે સાયલા પોલીસે 2ડમ્પર અને 1 મશીન સાથે રૂપિયા 1.10 કરોડોનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. ખનીજ વિભાગે ખનીજ ચોરી બાબતે સર્વે શરૂ કર્યો હતો આ બાબતે ખનીજ વિભાગે વધુ તપાસ કરતા ગેરકાયદે ખનન કરતા જસાપર ગામના હરિભાઈ જોગરાણાનું નામ બહાર આવતા તેમની સામે ખનીજ વિભાગે કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.



