ચોટીલાના ગાંધી બાગ ખાતે શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થતા મંત્રી મુળુભાઈ બેરા
જાહેર સ્થળની સ્વચ્છતા જાળવણીમાં યોગદાન આપીને ભારતને વધુને વધુ સ્વચ્છ બનાવવા આહ્વાન કરતાં મંત્રી
તા.17/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જાહેર સ્થળની સ્વચ્છતા જાળવણીમાં યોગદાન આપીને ભારતને વધુને વધુ સ્વચ્છ બનાવવા આહ્વાન કરતાં મંત્રી
સુરેન્દ્રનગર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હિ સેવા” કાર્યક્રમ ગાંધીબાગ ખાતે યોજાયો હતો આ તકે મંત્રી બાગમાં શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા બગીચામાં સફાઈ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા સૌને આહવાન કર્યું હતું તદુપરાંત ગાંધીજીને પ્રતિમાને સુતરની આંટી તેમજ ફુલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે મંત્રીએ સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂકતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું ‘સ્વચ્છ ભારત અભિયાન’ આજે એક રાષ્ટ્રવ્યાપી જનઆંદોલન બની ગયું છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતાં દરેક લોકોએ પોતાની આસપાસનો વિસ્તાર, બાગ બગીચા, ધાર્મિક સ્થળ કે કોઈ પણ જાહેર સ્થળની સ્વચ્છતા જાળવણીમાં યોગદાન આપીને ભારતને વધુને વધુ સ્વચ્છ બનાવવા આહ્વાન કર્યુ હતું વધુમાં સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવા અને લોકોને સ્વચ્છતા જાળવવા માટે પણ અપીલ કરી હતી આ પ્રસંગે હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત સ્થાનિક અગ્રણીઓ, પદાધિકારીઓ, કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ કલેકટર એચ. ટી. મકવાણા, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, મામલતદાર સહિત નગરપાલિકા સ્ટાફ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.