SURENDRANAGARWADHAWAN

જોરાવરનગર પોલીસે ખોવાયેલ 10થી વધુ મોબાઈલ CERI પોર્ટલ મારફતે શોધી કાઢી મૂળ માલિકને અર્પણ કરાયા.

તા.29/11/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ડો.ગીરીશ પંડ્યા સાહેબ તથા ડીવાયએસપી વી. બી. જાડેજા સાહેબ તથા એ. જે. સોલંકી સાહેબ સર્કલ પીઆઇ સુરેન્દ્રનગર નાઓએ CEIR પોર્ટલનો વધુમા વધુ ઉપયોગ કરી લોકોના ખોવાયેલ મોબાઇલ મુળ માલિક અરજદાર ધર્મેન્દ્રભાઇ જયંતીલાલ શાહ રહે રતનપર જુની નિલકંઠ સ્કુલ સામે વઢવાણ, નરેશભાઇ વિનોદભાઇ વાળોદરા રહે રતનપર વાલ્મીકીનગર-૧ વઢવાણ, નેહલબેન મનીષભાઇ ગોહિલ રહે રતનપર પાટીદાર ટાઉનશીપ વઢવાણ, પ્રવિણભાઇ શંકરભાઇ રાઠોડ રહે રતનપર શેરી નં.૧૧ વઢવાણ, ઇશ્વરભાઇ અરવિંદભાઇ રાઠોડ રહે રતનપર શેરી નં.૧૧ વઢવાણ, વસીમભાઇ યુસુફભાઇ કુરેશી રહે વિરમગામ રૈયા દરવાજા અંદર વિરમગામ, અક્ષયકુમાર પ્રવિણભાઇ પટેલ રહે માળોદ વઢવાણ, જયંતીભાઇ અમરશીભાઇ માલકીયા રહે.રતનપર દેવનંદન સોસાયટી વઢવાણ, મહર્ષિ ઉમેશભાઇ પંડ્યા રહે જજીસ બંગલો, રૂદ અવર્સ અમદાવાદ, હરદેવભાઇ જગદીશભાઇ સાબરીયા રહે બાળા વઢવાણ વાળાઓના મોબાઇલ ફોન શોધી કાઢી પરત કરવા સુચના તથા માર્ગદર્શન કરેલ હોય જે અન્વયે જોરાવરનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી. ડી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ જોરાવરનગર પોલીસ સ્ટેશનના પો.હે.કો. વલ્લભભાઇ બાબુભાઇ, રાજેશકુમાર ધનજીભાઇ, શૈલેષભાઇ બચુભાઇ નાઓએ મોબાઇલ ખોવાયેલ અંગેની અરજદારની અરજી અન્વયે ગહન રીતે તપાસ કરી જોરાવરનગર પોલીસ સ્ટેશનના કોમ્પયુટર ઓપરેટર પો.કોન્સ હર્ષદકુમાર દયારામભાઇ દ્વારા CEIR (Central Equipment Identity Register) પોર્ટલનો સચોટ રીતે ઉપયોગ કરી ખોવાયેલ મોબાઇલ બાબતે આવેલ અરજી પૈકી ૧૦ મોબાઇલ શોધી કાઢી મુળ માલીકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!