SURENDRANAGARWADHAWAN

વઢવાણ મંગલભુવન ખાતે નાયબ મુખ્ય દંડકનાં અધ્યક્ષસ્થાને નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો.

જિલ્લાના ૬૨૯ સ્વ સહાય જૂથોને રૂપિયા ૨૭૧ લાખના રીવોલ્વીંગ ફંડ, કૉમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તથા કેશ ક્રેડિટ સહિતની સહાયનું વિતરણ કરાયુ.

તા.06/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સમગ્ર દેશની સાથે રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેના ભાગરૂપે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને મંગલભુવન વઢવાણ ખાતે ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોના હસ્તે સ્વ સહાય જૂથની બહેનોને સહાય ચેકનું વિતરણ કરાયું હતું સમગ્ર જિલ્લાના ૬૨૯ સ્વ સહાય જૂથોને રૂપિયા ૨૭૧ લાખના રીવોલ્વીંગ ફંડ, કૉમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તથા કેશ ક્રેડિટ સહિતની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પાટણ ખાતેથી યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલાદિવસના ઉપક્રમે આજે સમગ્ર રાજ્યમાં નારી શક્તિ વંદના કાર્યક્રમમાં રાજ્યભરની સ્વ સહાય જૂથ સાથે જોડાયેલ બહેનોને લાભ આપવામાં આવશે આજના કાર્યક્રમમાં ૧૩,૦૦૦ સ્વ સહાય જૂથોની ૧.૩૦ લાખ બહેનોને ૨૫૦ કરોડથી વધુની સહાય આપવામાં આવશે સ્વ સહાય જૂથો થકી મહિલાઓના જીવનમાં આવેલ આમૂલ પરિવર્તન અંગે વાત કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સખી મંડળો મહિલા સશક્તિકરણની જીવાદોરી છે સખી મંડળોના માધ્યમથી અનેક મહિલાઓ આત્મનિર્ભર બનીને પોતાના પરિવારને મદદરૂપ થઈ રહી છે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨,૯૫,૯૫૩ સ્વસહાય જુથો તથા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત ૩૮,૫૮૮ સ્વસહાય જુથો એમ મળી ૩,૩૪,૫૪૧ સ્વસહાય જુથોની રચના કરવામાં આવી છે. જેમાં કુલ ૩૪,૩૪,૫૬૭ પરિવારોને જોડવામાં આવ્યા છે રાજયમાં ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં કુલ ૨,૦૯,૮૩૦ સ્વસહાય જૂથોને કુલ રૂ. ૫૪૭૦ કરોડ રીવોલ્વીંગ ફંડ, કૉમ્યુનિટી ઇન્વેસ્ટમેંટ ફંડ તથા કેશ ક્રેડિટના માધ્યમથી ગ્રામીણ બહેનોને આર્થિક પગભર બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં સ્વસહાય જૂથોની ૩,૩૭૯ બહેનો હેન્ડીક્રાફટ તથા વાંસની બનાવટો બનાવીને આજીવિકા મેળવે છે તેમજ ૧૯૪૪ જેટલી સસ્તા અનાજની દુકાનો ચલાવીને સ્વસહાય જૂથોની બહેનો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, આજે દરેક ક્ષેત્ર મહિલાઓ આગળ વધી રહી છે સખી મંડળ અને સ્વ સહાય જૂથોના માધ્યમથી ઘણી મહિલાઓએ પોતાના પરિવારને આર્થિક રીતે સમૃદ્ધ બનાવ્યા છે વધુમાં તેમણે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે તેમ જણાવતા આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા ઉપસ્થિત બહેનોને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીએ પ્રાસંગિક ઉદબોદન કરી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે કરવામાં આવેલ કામગીરી અને યોજનાઓ વિશે જાણકારી આપી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકા કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, વનરાજસિંહ રાણા, જીજ્ઞાશાબેન નાયક, નવલબા ગઢવી, અમથુભાઈ કમેજળીયા તથા વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજકુમાર ડી. ધુળા, તાલીમી આઇ.એ.એસ. અને વઢવાણ મામલતદાર હિરેન બારોટ, તાલુકા વિકાસ અધિકારી ગીતાબા શિરોયા, ચીફ ઓફિસર સાગર રાડિયા તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!