DHRANGADHRASURENDRANAGAR

ધાંગધ્રાના પીએસઆઇ કમ્પાઉન્ડમાંથી નશો કરેલી હાલતમાં ઝડપાયા.

તા.04/07/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પોલીસ દારૂ પીવે કે દારૂ જુગારના હપ્તા લયને અડ્ડાઓ ચલાવે કે પછી લાંચ લેતા પકડાય ખાલી બદલી થતા કાયદા ગજવામાં રાખી ગુજરાત પોલીસ બેખૌફ બની છે, સરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાની દારૂ બાબતે વાત આવે તો ગુજરાતનુ એક પીઠું સમાન ગણી શકાય તેમ છે, કારણ અહીં ધ્રાંગધ્રા પોલીસને કોઈ વાર દારૂ ના કેસ બતાવવા દારૂની રેઇડ કરવી પડે છે, તો કોઈ વાર દારૂ પીધેલાના કેસો, આમતો ધ્રાંગધ્રા પોલીસને દારૂ પીધેલા શિવાયના કોઈ કેસ મડતા નથી, વધુમા વધુ ધ્રાંગધ્રા પોલીસ દારૂ પીધેલાના કેસ બતાવતા હોય છે,તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા દારૂપીને મારા મારીના બનાવો બનવા પામ્યા છે, એટલું જ નહીં પણ ઘણા બનાવો એવા પણ સામે આવેલા છે કે, કોઈ સ્થળે મારા મારી થઇ હોય અને ફરીયાદી પોતે તેના નિવેદનમાં જવાબ લખાવતો હોય કે, દારૂ પીધેલી હાલતમાં અમારી સાથે ઝગડો કરેલ છે, તો પણ ધ્રાંગધ્રા પોલીસે દારૂની કોલમ લખતી નથી,ત્યારે આજે એક ચોંકાવનારો કિસ્સો ધ્રાંગધ્રા પોલીસનો સામે આવ્યો છે કે,ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન અંદર ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ફોજદાર પોતે જ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે,આમતો ગુજરાત રાજ્યની પોલીસને નાક કાન જેમ કાય છે જ નહીં એમ કહેવું હોય તો કહી શકાય તેમ છે,ત્યારે તાજેતરમાં ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ બીપીનભાઈ ડાભી બકલ નંબર, 698 ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન જીલ્લો સુરેન્દ્રનગર નાઓએ લખાવેલ છે કે,મારી સત ફરીયાદ હકિકત એવી છે કે આજ અમો 14:15 કલાકે ધ્રાંગધ્રાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કંપાઉન્ડમાં હાજર હતાં આ વખતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.બી.વસાવા પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમા આવતાં તેઓ કોઇ કેફી પીણું પીધેલાનું જણાઇ આવતા 3:14 વાગ્યે નજીકમાથી બે પંચોના માણસોને બોલાવી બનાવ બાબતે સમજ કરી પંચોની હાજરીમાં તેઓનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ વી,બી. વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વાળા હોવાનું થોથરાતી જીભે જણાવેલ હતું.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!