CHUDALIMBADISAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, સાયલા તાલુકામાં PGVCL ટીમે દરોડા પાડી રૂ.54.45 લાખની ચોરી ઝડપાઈ

તા.18/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને વીજ ચોરી અટકાવવા માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે વઢવાણ તાલુકો અને લીમડી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ 49 જેટલી ટીમો બનાવી અને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાને પરિસ્થિતિ ન કથડે તે માટે 38 જેટલી પોલીસની ટીમો પણ પીજીવીસીએલ વિભાગની ટુકડીઓએ સાથે રાખી છે પીજીવીસીએલ વિભાગની ટીમ દ્વારા ઘર વપરાશના 748 અને વાણિજ્ય કેતુના 10 અને ખેતીવાડીના 10 એમ 768 જેટલા કનેક્શનનો ચેક કરવામાં આવ્યા છે તેમાં ઘર વપરાશના 108 વાણિજ્ય હેતુના એક અને ખેતીવાડીનું એક કનેક્શનમાં વીજ જોડી ઝડપાઈ છે જેને લઈને કુલ 110 વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાયા હોવાનું સામે આવ્યું છે જેમાં 54.45 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગર જીલ્લાના ઝાઝકા, તાલવાણા, જાંબુ, જુના જસાપર લીમડી, મોટા ટીમલા, મુળ બાવળા નાગડકા નીનામા વસ્તડી અને વેળાવદર ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈને વીજચોરી કરતા તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે.

Back to top button
error: Content is protected !!