સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલ પેટ્રોલના ભાવ વધારા સામે વિરોધ ફાટી નીકળ્યો
11 દીવસમાં 4 વખત ભાવમાં વધારા સાથે ડીઝલ પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યા મોંઘવારીનો ફૂટ્યો બોંબ

તા.26/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
11 દીવસમાં 4 વખત ભાવમાં વધારા સાથે ડીઝલ પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યા મોંઘવારીનો ફૂટ્યો બોંબ, ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આમ જનતા ઉપર તેનો માર પડી રહ્યો છે હાલના તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે જેમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરે 2.71 પૈસા અને ડીઝલના ભાવમાં 2.61 પૈસાનો વધારો થયો છે જેને લઇને પેટ્રોલ અને ડીઝલ પ્રતિ લિટરના ભાવ 100 નજીક પહોંચી ગયા છે હવે આમ જનતા ઉપર પડી રહી છે એક તરફ ડીઝલ અને પેટ્રોલના ભાવોમાં વધારો છે તે છતાં પણ અછત યથાવત રહેવા પામી છે સુરેન્દ્રનગર જિલ્લાના પેટ્રોલ પંપ ઉપર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ મળી રહ્યું નથી જેને લઇને ખેડૂતો પ્રજા ઉદ્યોગકારો અને ધંધાર્થી લોકો પરેશાનીમાં મુકાયા છે સૌથી વધુ ખેતી ઉપર અસર પડી રહી છે કારણ કે ડીઝલ ન મળવાના કારણે ખેડૂતો રજળપાટ કરી રહ્યા છે અને તેમની ખેતી પણ નથી થઈ શકતી ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ શરૂ થઈ ગયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે એક તરફ ખાતર નથી મળી રહ્યું ખાતરના ભાવમાં પ્રત્યેક થયેલી 700 રૂપિયાનો ભાવ વધારો છે બીજી તરફ ડીઝલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે તે છતાં પણ ડીઝલ મળી રહ્યું નથી ખેડૂતોને રાતભર પેટ્રોલ પંપ ઉપર પડ્યું રહેવું પડી રહ્યું છે તો નર્મદાના પાણી પણ બંધ કરી દેવામાં આવ્યા છે જેને લઇને વાવેતર પણ અટકી પડવા પામ્યો છે ત્યારે ખેતી ઉપર સૌથી મોટી વિકટ પરિસ્થિતિ આવી પડી છે અને ખેડૂતોની હાલત પણ કફોડી બની ગઈ છે ત્યારે સુરેન્દ્રનગરના પાટડી તાલુકા ખેડૂત રક્ષક સમિતિ દ્વારા ખેડૂતો એકત્રિત થઈ અને મામલતદાર અને પ્રાંત અધિકારીને આ મુદ્દે આવેદનપત્ર રજૂઆત કરવામાં આવી છે સમયસર ડીઝલ મળી રહે ખાતર મળી રહે અને નર્મદાનું પાણી મળી રહે છે અંગે રજૂઆત કરવામાં આવી છે અને આ અંગે તંત્ર ધ્યાન આપે તેવી પણ માંગ કરવામાં આવી છે.




