CHOTILASURENDRANAGAR

ચોટીલા તાલુકાના પરબડી ગામના ખેડૂતો ડરના માહોલમાં જીવી રહ્યા છે – રાજુભાઈ કરપડા

તા.17/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં સાંંથણીની જમીનો ફાળવવામાં આવી એ વખતે ઘણી બધી ભૂલો થઈ હવે રાજકીય પ્રેશરમાં આવી અધિકારીઓ લાભાર્થી ખેડૂતોને ઝડપથી જમીનોના કબજા આપવાના પ્રયત્નો કરી રહ્યા છે જેના કારણે મૂળ ખેડૂતોના ક્ષેત્રફળમાં ઘટાડો કરી લાભાર્થી ખેડૂતને જમીન અન્ય ખેડૂતોની જમીનમાં બતાવવામાં આવી રહી છે સાથે જ જે ખેડૂતોએ પોતાની જગ્યામાં વર્ષોથી મકાન અને કુવા બનાવેલા હતા તે જમીન ખાલી કરી દેવા માટે દબાણ કરવામાં આવે છે મૂળ ખેડૂતની જગ્યા અન્ય સ્થળે વર્ષોથી ખેતી કરી રહેલા ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે સાથે જ લાભાર્થી ખેડૂતોને જે જમીન આપવામાં આવી એમાં ગાડા માર્ગ કે અન્ય નાના માર્ગોને બતાવવામાં આવ્યા નથી જેના કારણે ગામની 60 ટકા કરતાં વધારે ખેડૂતોના ખેતરો રસ્તા વિહોણા થઈ રહ્યા છે માટે તાત્કાલિક અસર થી આ કામને રોકવાના આવે જો ખેડૂતો દ્વારા કામ રોકવાના પ્રયત્ન થાય તો પોલીસ દ્વારા અટકાયત કરી ઉઠાવી જવામાં આવે છે જે મુદ્દે આજે ચોટીલા પ્રાંત અધિકારીને રાજુભાઈ કરપડા દ્વારા રજૂઆત કરવામાં આવી હાલ પૂરતું આ કામ બ્રેક કરી મૂળ ખેડૂતોની જમીન પહેલાં માપી ત્યારબાદ રસ્તાનું સોલ્યુશન લાવવા ની ખાત્રી પ્રાંત સાહેબ દ્વારા આપવામાં આવી છે! સાથે જ પોલીસ દ્વારા કોઈ ખેડૂતને હેરાન કરવામાં ન આવે એવી સૂચના પણ આપવામાં આવી છે..!

Back to top button
error: Content is protected !!