માલવણ-પાટડી માર્ગ પર ધોવાણ થયેલ રસ્તાનું સમારકામ પૂર્ણ, વાહન વ્યવહાર પુનઃ શરૂ

તા.27/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે પ્રભાવિત થયેલા માર્ગોનું સમારકામ જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના દિશાનિર્દેશ હેઠળ અત્યંત તેજ ગતિથી કરવામાં આવી રહ્યું છે ચોમાસાની ઋતુમાં નાગરિકો અને વાહનચાલકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરીને રસ્તાઓની સ્થિતિ પૂર્વવત બનાવવામાં આવી રહી છે વરસાદના કારણે માલવણ-પાટડી રોડના અમુક ભાગમાં ભારે ધોવાણ થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો જે અન્વયે માર્ગ અને મકાન વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને જરૂરી મશીનરી તેમજ સાધન-સામગ્રી સાથે યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરી હતી ધોવાણ થયેલા ભાગનું યોગ્ય પુરાણ કરીને રસ્તાનું રિપેરિંગ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યું છે માર્ગનું ત્વરિત સમારકામ પૂર્ણ થતાં હવે આ રસ્તો વાહનવ્યવહાર માટે પુનઃ સુચારુ અને સુરક્ષિત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેનાથી સ્થાનિક ગ્રામજનો તેમજ રાહદારીઓને મોટી રાહત મળી છે તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન તમામ માર્ગોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર જણાય ત્યાં તાત્કાલિક ધોરણે કામગીરી કરવા માટે પરિપક્વ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.




