SAYLASURENDRANAGAR

સાયલા પોલીસે વખતપર ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલ ટેન્કર, બે પિકઅપ સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો.

એક ટેન્કર, બે પિકઅપ ગાડીઓ મળી કુલ રૂ.59,92,555 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી રફુચક્કર

તા.24/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
એક ટેન્કર, બે પિકઅપ ગાડીઓ મળી કુલ રૂ.59,92,555 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી રફુચક્કર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસે 900 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે ટેન્કર સહિત કટીંગમાં આવેલી બે પીકઅપ ગાડીઓ પણ ઝડપી પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સાયલા પોલીસે રૂ. 59,92,555 નો મુદામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે જયતે આરોપીઓ પોલીસને થાપ આપીને ફરાર થઇ જવામાં સફળ થયા હતા સાયલા પોલીસે દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે સાયલા પોલીસે અગાઉથી મળેલી બાતમીના આધારે છટકું ગોઠવી સાયલાના વખતપર ગામના ઢારેથી ઇંગ્લિશ દારૂનું ટેન્કર ઝડપી પાડ્યુ હતુ જેમાં આ દરોડામાં અંદાજે 900 પેટીથી વધુ ઇંગલિશ દારૂ સાયલા પોલીસે ઝડપી પાડ્યો હતો જેમાં સાયલા પોલીસે ટેન્કર સહિત કટીંગમાં આવેલી બે પિકઅપ ગાડી પણ ઝડપી પાડી હતી આ દરોડામાં સાયલા પોલીસે અંદાજે દારૂ સહિત 59 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જ્યારે આ દરોડામાં એક પણ આરોપી ઝડપાયો નથી તમામ આરોપીઓ પોલીસને થાપ આપીને ફરાર થઇ જવામાં સફળ થયા હતા સાયલા પોલીસે વિદેશી દારૂની 900 પેટીઓ, એક ટેન્કર અને બે પીકઅપ ગાડીઓ મળી કુલ રૂ.59,92,555 નો મુદામાલ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!