DASADASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય માર્ગો ઉપર નડતરરૂપ બાવળો, ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ

પાટડી દસાડા રોડની બંને બાજુએ ઉગી નીકળેલા બાવળોને જે.સી.બી.ની મદદથી દૂર કરતો માર્ગ અને મકાન વિભાગ

તા.21/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પાટડી દસાડા રોડની બંને બાજુએ ઉગી નીકળેલા બાવળોને જે.સી.બી.ની મદદથી દૂર કરતો માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગોની બંને બાજુએ ઊગી નીકળેલા બાવળો, વનસ્પતિ અને ઝાડી-ઝાંખરાંને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ નડતરરૂપ વનસ્પતિને કારણે વાહનચાલકોને માર્ગ પર અવર જવર કરવામાં પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી જેસીબીની મદદથી કરવામાં આવી રહી છે આ ઝુંબેશ અંતર્ગત સુદામડા નાગડકા રોડ અને પાટડી દસાડા રોડની બંને બાજુએ ઊગી નીકળેલા બાવળોને દૂર કરીને માર્ગોને વાહનવ્યવહાર માટે વધુ સુરક્ષિત અને સુગમ બનાવવામાં આવ્યા છે આ કામગીરીથી વાહનચાલકોને થતી અસુવિધામાં ઘટાડો થશે.

Back to top button
error: Content is protected !!