સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા પ્રતિબંધિત સાંઢા વન્યજીવનો શિકાર કરનાર શખ્સ ઝડપાયો
થાનગઢની ચોરવીરા અનામત વીડીમાંથી આરોપીની ધરપકડ જીવંત સાંઢો, બાઇક અને રોકડ સહિત રૂ.2.32૨ લાખનો મુદ્દામાલ જપ્ત

તા.08/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
થાનગઢની ચોરવીરા અનામત વીડીમાંથી આરોપીની ધરપકડ જીવંત સાંઢો, બાઇક અને રોકડ સહિત રૂ.2.32૨ લાખનો મુદ્દામાલ જપ્ત, સુરેન્દ્રનગર ક્ષેત્રિય વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. તુષાર પટેલ અને મદદનીશ નાયબ વન સંરક્ષક સ્વપ્નીલ પટેલના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે વન્યજીવ શિકારના નેટવર્કને પકડી પાડ્યું હતું થાનગઢ ક્ષેત્રિય રેન્જના સ્ટાફ દ્વારા ચોરવીરા અનામત વીડીના સર્વે નંબર ૫૭૦માં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન વન્યજીવનો શિકાર કરતા એક શખ્સ, દલસુખભાઇ મનજીભાઇ માથાસુરીયા રહે, ચોરવીરાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ ચોરવીરા જંગલ વિસ્તારમાંથી પ્રતિબંધિત ‘સાંઢા’ વન્યપ્રાણીનો શિકાર કર્યો હતો આ શિકાર પાછળનો હેતુ સાંઢામાંથી તેલ કાઢી તેનું વેચાણ કરવાનો તેમજ તેના માંસનો વ્યક્તિગત વપરાશ કરવાનો હતો વન વિભાગે આરોપી પાસેથી ૧ જીવંત સાંઢો, શિકાર માટે વપરાતા દોરીના ગાળા, એક સુપર સ્પ્લેન્ડર મોટર સાઇકલ નંબર GJ 13 BK 6465 અને રોકડ મળી કુલ રૂ. ૨,૩૨,૫૦૦ નો મુદ્દામાલ સરકારી રેકર્ડ પર જપ્ત કર્યો છે આ ગુના સંદર્ભે થાનગઢ રેન્જ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨-સુધારા ૨૦૨૨ અને ભારતીય વન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ તપાસમાં તપાસ અધિકારી અને રેન્જ ફોરેસ્ટ ઓફીસર સાગરભાઇ બી. મકવાણા, વનપાલ એ.બી. જાડેજા, વી.ડી. સોલંકી તથા વનરક્ષક એસ.ડી. સરવૈયા, એસ.આર. ખટાણા, એન. કે. સાપરા અને કુ. એ.જી. ચૌહાણ સહિતની ટીમ જોડાઈ હતી પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરી છે ઝડપાયેલા આરોપીની તા. ૦૬/૦૫/૨૦૨૬ના રોજ અટકાયત કરી, તા. ૦૭/૦૫/૨૦૨૬ના રોજ થાનગઢની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો વન્યજીવ સંરક્ષણની ગંભીરતાને ધ્યાને રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપીના જામીન નાંજૂર કરવામાં આવ્યા છે.



