LAKHTARSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર LCB પોલીસે લખતરના તલવણી ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.

વિદેશી દારૂની મોટી બોટલો નંગ 108 તથા નાના ચપલા નંગ 528 ટેટ્રા પેકિંગના પાઉચ 46 એમ કુલ મળીને રૂ.2,76,650 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.17/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિદેશી દારૂની મોટી બોટલો નંગ 108 તથા નાના ચપલા નંગ 528 ટેટ્રા પેકિંગના પાઉચ 46 એમ કુલ મળીને રૂ.2,76,650 નો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી પીઆઇ જે. જે. જાડેજા તથા પીએસઆઇ જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડ સુરેન્દ્રનગરના પીએસઆઇ આર. એચ. ઝાલા નાઓએ એલસીબી તથા પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પેટ્રોલીંગ ફરી શંકાસ્પદ જગ્યાઓ ચેક કરી ખાસ એકશનપ્લાન હેઠળ પ્રોહી/જુગારની બદી સંપુર્ણ પણે નેસ્ત નાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ તથા પેરોલ ફર્લો સ્કોડની સંયુક્ત ટીમ દ્રારા પેટ્રોલીંગ પો.હે.કો અજયસિંહ ઝાલા તથા પો.કો.અશ્વિનભાઇ માથુકીયા નાઓને મળેલ બાતમી હકીકત આધારે ટીમના અજયવીરસિંહ ઝાલા, અશ્વિનભાઈ માથુકિયા, કપિલભાઈ સુમેરા, મહેન્દ્રભાઈ દાદરેશા, મેહુલભાઈ મકવાણા સહિત સમગ્ર ટીમ દ્વારા લખતર તલવણી ગામે આરોપી વીકીભાઇ સાગરભાઇ ચોવસીયા રહે, તલવણી લખતર સુરેન્દ્રનગર વાળાના રહેણાક મકાન પાસે આવેલ તેના કબજા ભોગવટાના મકાનમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ કુલ કી.રૂ.૨,૭૬,૬૫૦ નો પ્રોહી મુદામાલ પકડી પાડી આરોપી વિરૂધ્ધમાં લખતર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!