સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના અધ્યક્ષે બેઠક કરી
એટ્રોસિટીના કેસ કોર્ટમાં ચાલવા દરમિયાન અનુ. જાતિના સરકારી વકીલની નિમણૂંક કરવા માંગ કરાઈ, એટ્રોસિટીના ૭૨ કેસમાં ફરિયાદીને ૯૦.૪૯ લાખ ચૂકવાયા
તા.04/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
એટ્રોસિટીના કેસ કોર્ટમાં ચાલવા દરમિયાન અનુ. જાતિના સરકારી વકીલની નિમણૂંક કરવા માંગ કરાઈ, એટ્રોસિટીના ૭૨ કેસમાં ફરિયાદીને ૯૦.૪૯ લાખ ચૂકવાયા
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાષ્ટ્રીય અનુસુચીત આયોગના અધ્યક્ષે જિલ્લાના અધિકારીઓ સહિત અનુસુચિત સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી આ બેઠકમાં વર્ષ દરમ્યાન એટ્રોસીટીના ૭૨ કેસોમાં ફરિયાદીને રૂપિયા ૯૦.૪૯ લાખ ચુકવાયાનું નાયબ નિયામકે જણાવ્યુ હતુ બીજી તરફ એટ્રોસીટીના ચાલતા કોર્ટ કેસોમાં સરકારી વકીલ તરીકે અનુસુચીત જાતીના વકીલ મુકવા માંગ કરાઈ છે રાષ્ટ્રીય અનુસુચીત આયોગના અધ્યક્ષ કીશોરભાઈ મકવાણા મુળ ગુજરાતના અમદાવાદના વતની રાષ્ટ્રીય કક્ષાએ આયોગના વડા તરીકે તેઓ હોય તે સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન છે આયોગના અધ્યક્ષે સુરેન્દ્રનગર કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના અધિકારીઓ અને અનુસુચીત જાતી સમાજના જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરી હતી આ તકે અધિક કલેકટર આર.કે.ઓઝા, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞીક, ધારાસભ્ય પી. કે. પરમાર, જી.એલ. મકવાણા, મયુરભાઈ પાટડીયા, કલેકટર કચેરીના કાયદા અધીકારી કાંતીલાલ પરમાર, અમૃતભાઈ મકવાણા, મોહનભાઈ ડોરીયા, ડાયાલાલ વેગડા સહિત મોટી સંખ્યામાં અનુસુચીત જાતીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ બેઠકની શરૂઆતમાં સુરેન્દ્રનગર જિલ્લા અનુસુચિત જાતી કલ્યાણ વિભાગના નાયબ નિયામક કે.સી. મકવાણાએ જિલ્લા વિશે માહીતી આપતા જણાવ્યુ કે, જિલ્લાની કુલ વસ્તીના ૧૦.૨૨ ટકા વસ્તી અનુસુચીત જાતીની છે એટ્રોસીટીના ૭૨ કેસોમાં વિભાગ દ્વારા ફરીયાદીને રૂપીયા ૯૦.૪૯ લાખ રૂપીયા ચુકવાયા છે આ તકે નીવૃત પીએસઆઈ શંકરલાલ ધંધુકીયાએ એટ્રોસીટીના કેસો કોર્ટમાં ચાલવા દરમીયાન સરકારી વકીલ તરીકે અનુસુચીત જાતીના વકીલને મુકવા માંગ કરી હતી આ તકે તાજેતરમાં પદ્મશ્રી મેળવનાર ટાંગલીયા આર્ટ કલાના કારીગર લવજીભાઈ પરમારનું પણ ખાસ સન્માન કરાયુ હતુ.