પાટડી ખાતે મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો
તા.11/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન, જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ, પાણી પુરવઠા વિભાગ અને મિશન મંગલમ્ શાખા- પાટડીના સંયુક્ત ઉપક્રમે ગણતર સંસ્થા પાટડી ખાતે મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પાટડી તાલુકાના બજાણા, ઝીંઝુવાડા, કોચાડા અને ખારાઘોડા તથા મુલાળા સહિતના ગામોની સખી મંડળની બહેનો ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે જિલ્લા સંયોજક તગ્નેશભાઈ અને વાસ્મોના આસિ. મેનેજર હર્ષદકુમાર ચાવડા દ્વારા ઉપસ્થિત બહેનોને પાણી પુરવઠા વિભાગની કામગીરીમાં સમિતિ બનાવી સહભાગી બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી તેમજ ગ્રામ્યકક્ષાએ બહેનો પાણી સમિતિ બનાવી કેવી રીતે મદદરૂપ બની શકે તે અંગે સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં એન.આર.એલ.એમ.શાખાના તાલુકા લાઈવલીહુડ મેનેજર સંજયસિંહ ચાવડા, એપીએમઓ તથા કલ્સટર કોર્ડિનેટરઓ સહિત સખી મંડળનાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.