વઢવાણમાં કારખાનામાં મજુરી કામ કરતા શ્રમીકની પ્રમાણિકતા જરૂરી ડોકયુમેન્ટ પરત કર્યા.
તા.05/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ જીઆઈડીસીમાં આવેલ રીમટેક્ષ કારખાનામાં મજુરી કરતા સંજયભાઈ લાલજીભાઈ જાદવ રહે. બજરંગપુર લખતર વાળા તા.4/7/2025ના રોજ કારખાનામાં મજુરીકામ પૂર્ણ કરી પોતાનો મહીનાનો પગાર લઈ પોતાના ઘરે જતા હતા તે દરમ્યાન સાંજના આશરે છ વાગ્યાના અરસામાં રીમટેક્ષ ચોકડી પાસે પોતાનું પાકીટ કે જેમાં પગારના રોકડા રૂ.6570 તથા અગત્યના ઓરીજનલ ડોકયુમેન્ટ જેમાં આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ, એમટીએમ નંગ-3, કોટક બેંકનો ચેક, વિગેરે કયાંક પડી ગયેલ હોય કારખાનામાં મજુરી કરતા સંજયભાઈ લાલજીભાઈ જાદવ વાળાએ પૈસા તેમજ અગત્યના ડોકયુમેન્ટ ભરેલ પાકીટ શોધવાનો પ્રયત્ન કરતા મળી આવેલ ન હોય આમ સંજયભાઈના પગારના પૈસા ભરેલ પાકીટ મળી નહીં આવતા તેઓ નિરાશ થઈને પોતાના ઘરે જતા રહેલ હતા તે દરમ્યાન વઢવાણ જીઆઈડીસીમાં ચશ્માની ફ્રેમ બનાવતી ઓપ્ટીઆર્ટ નામના કારખાનામાં કામ કરતા સચીનભાઈ જીતેન્દ્રભાઈ વાઘેલા રહે. સંવિધાન સોસાયટી, ગણપતિ ફાટસર, વઢવાણ તથા તરૂણભાઈ શાંતિલાલ પરમાર રહે. ગણપતિ ફાટસર, વઢવાણ વાળાઓ કામ પૂર્ણ કરીને મોટર સાયકલ લઈને પોતાના ઘરે જતા હતા તે દરમ્યાન વઢવાણ જીઆઈડીસી, રીમટેક્ષ ચોકડી પાસે તેઓને રોકડા રૂપિયા તેમજ અગત્યના ડોકયુમેન્ટ ભરેલ પાકીટ મળી આવેલ જેથી તે બન્ને માણસો સુરેન્દ્રનગર સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન આવતા પોલીસ સ્ટાફના માણસોએ ડોકયુમેન્ટ વેરીફાઈ કરી પાકીટ ખોવાયેલ માણસનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પૈસા તથા અગત્યના ડોકયુમેન્ટ ભરેલ પાકીટ મુળ માલીકને પરત અપાવેલ છે.