સુરેન્દ્રનગર મનપા દ્વારા લોક કલ્યાણ મેળો યોજાયો હતો.
તા.25/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મેળામાં પી.એમ સ્વનીધી યોજનાના લાભર્થીઓને લોન ચેક અને લોન મંજૂરી પત્રનું વિતરણ કરાયું, શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણીનાં ભાગરૂપે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની એન.યુ.એલ.એમ શાખા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં ગ્રામિણ બેંકના રિઝનલ મેનેજર મારુતિનંદન તિવારી અને ક્રેડીટ મેનેજર રમેશભાઈ પેટલ દ્વારા લાભાર્થીઓને પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મળતી લોન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા આ તકે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા પ્રદેશ ઉપાઅધ્યક્ષ શ્રીમતિ વર્ષાબેન દોશીએ કાર્યક્રમમાં ઉપસ્થિત શેરી ફેરીયાઓ અને લાભાર્થીઓને જીવનમાં શિક્ષણનું કેટલું મહત્વનું છે એ વિશે સમજણ આપી દરેકે પોતાના બાળકોને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ તેમ જણાવ્યું હતું આ પ્રસંગે પીએમ સ્વધીની યોજનાના લાભાર્થી અતુલભાઈ ખાટસુરીયાએ જણાવ્યું હતું કે મને પીએમ સ્વનીધી યોજનાનો લાભ ત્રણ હપ્તાથી મળેલ છે જેમાં પ્રથમ હપ્તે રૂ.10 હજાર, બીજો હપ્તે રૂ.20 હજાર અને ત્રીજો હપ્તે રૂ.50 હજારની સહાય મારા ખાતામાં જમા થઈ હતી જે બદલ હું સરકારનો આભાર માનું છું, અને મારા જેવા તમામ જરૂરિયાતમંદ લોકોને આ યોજનાનો લાભ મળે તેવી અપેક્ષા છુ આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર ડો.નવનાથ ગવ્હાણેએ પીએમ સ્વનીધી યોજનાના લાભાર્થીઓ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે જરૂરિયાતમંદોને સરકારની આવી યોજનાઓનો લાભ મળે એ માટે આ કાર્યક્રમ યોજાયો છે માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે નાનામાં નાના નાગરિકોને આવી યોજનાનો લાભ મળે તે માટેનું આ આયોજન છે અને આવા કાર્યક્રમો થકી ગુજરાત સરકાર દરેક પગલે નાગરિકોની સાથે ઉભી રહે છે વધુમાં તેમણે મહાનગર પાલિકાના તમામ ધંધાદારીઓને કચરો નહીં કરવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી તેમજ શાકભાજી વિક્રેતાઓને પ્લાસ્ટીકની બેગનો ઉપયોગ નહીં કરવા માટે સૂચન કર્યૂ હતું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પીએમ સ્વનીધી યોજનાના લોન ચેક અને લોન મંજૂરી પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વાગત પ્રવચન અને આભારવિધી ગરીશભાઈ ગઢવીએ કરી હતી આ કાર્યક્રમમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જૂન ચાવડા, નાયબ કાર્યપાલક ઈજનેર કે.જી. હેરમા, એકાઉન્ટ ઓફિસર મહેન્દ્રસિંહ ઝાલા, યુ.સી.ડી. વિભાગના અધિકારીશ્રી કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આમ શહેરી વિકાસ વર્ષ -૨૦૨૫ અંતર્ગત લોક કલ્યાણ મેળા સફળ રહ્યો હતો.