ચોટીલા પ્રાંત અધિકારીનો સંવેદનશીલ અભિગમથી વર્ષો જુનો જમીન વહેંચણીનો વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો

તા.10/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે સર્વે નં. ૧૫ તથા સર્વે નં. ૧૩૩ની જમીન બાબતે અરજદાર ભરતભાઈ વાલજીભાઈ બોહુકીયા રહે, દેવસર ચોટીલા દ્વારા કરવામાં આવેલ રજૂઆત મુજબ તેઓને ભાઇ ભાગે જમીન આવે તે જમીન સામાવાળા રણછોડભાઈ જુઠાભાઈ બોહુકીયા તથા મીઠીબેન જુઠાભાઈ બોહુકીયા તથા હિરૂબેન જુઠાભાઈ બોહુકીયા તથા સમુબેન જુઠાભાઈ બોહુકીયા કે જે તેઓના ભાઇઓ થાય છે તેમના દ્વારા જમીનમાં નામ હોવા છતાં ભાગ આપતા નથી જેને લીધે તેઓને બહાર મજુરી કરવી પડે છે અને ભારે આર્થિક નુક્શાન થાય છે અને પ્રશ્નનું સમાધાન થતું નથી આથી સામાવાળા દ્વારા કરાયેલ કબજો અને હક્ક અંગે વિવાદ ઉભો થયો હતો આ રજૂઆતને ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી . મકવાણાનાઓ દ્વારા અત્યંત સંવેદનશીલતા અને જવાબદારી પૂર્વક લઈને તાત્કાલિક અસરથી વિસ્તૃત તપાસ હાથ ધરી હતી નાયબ કલેક્ટર, ચોટીલા એચ. ટી. મકવાણાનાઓએ વ્યક્તિગત દેખરેખ હેઠળ ઉપલબ્ધ તમામ દસ્તાવેજો, અગાઉના રેકોર્ડ, કબુલાત તથા રેવન્યુ એન્ટ્રીઓનું સુક્ષ્મ નિરીક્ષણ કરાવ્યું હતું તપાસ દરમિયાન નીચે મુજબના મહત્વપૂર્ણ તારણો સામે આવ્યા બાદ જમીનના વહેંચણી બાબતે અરજદાર તથા સામાવાળાઓ વચ્ચે મતભેદ હોવાને કારણે બંને પક્ષોને નોટિસ આપી કાયદેસર પ્રક્રિયા હેઠળ પોતાની રજૂઆત કરવા તક આપવામાં આવી હતી તથા બંને પક્ષોની વાત નિષ્પક્ષ રીતે સાંભળવામાં આવ્યા બાદ બંને પક્ષકારોને સમજુત કરી ઘર સમજુતીથી જમીનના ભાગ પાડી એ મુજબ રેકર્ડ દાખલ કરવા જણાવેલ હતું તથા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાનાઓએ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ કાર્યવાહી નિયમો મુજબ અને સમયમર્યાદામાં પૂર્ણ કરાવી છે, તપાસના આધારે સંબંધિત પક્ષોને કાયદેસર માર્ગ અપનાવી હકનો નિરાકરણ લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં આવા વિવાદો ટાળી શકાય, બંને પક્ષકારો વચ્ચે શાંતિપુર્ણ સમાધાન થતાં અરજદારને ભાગે પડતી જમીન તેઓને સામાવાળાએ ભાગ આપી દીધેલ, જે અન્વયે મામલતદાર કચેરી, ચોટીલા ખાતે નોંધ નં. ૯૬૭ રેકર્ડ દાખલ થયેલ જે નોંધ પ્રમાણીત થતાં હાલ અરજ્દારનું નામ સર્વે નં. ૧૩૩/પૈકી ૨ નું હે. ૦૫૮-૯૯ ચો.મી.નું પાનીયું રેકર્ડ બની ગયેલ આ અંગે દેવસર ગામે નાયબ કલેક્ટર, ચોટીલા એચ. ટી. મકવાણાનાઓ તપાસણી અર્થે ગયેલ તે દરમિયાન ઉક્ત પરિવારજનોએ સાહેબને રૂબરૂ મળી આભાર વ્યક્ત કર્યો.




