સુરેન્દ્રનગરની એમ. પી. શાહ કોમર્સ કોલેજ ખાતે નાયબ મુખ્ય દંડક અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું

તા.05/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

પર્યાવરણના જતન અને જનજાગૃતિ માટે ‘વૃક્ષરથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મહાનુભાવો, ૫મી જૂન – ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સામાજિક વનીકરણ વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા શહેરની એમ. પી. શાહ કોમર્સ કોલેજ ખાતે એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રકૃતિના સંતુલન અને પર્યાવરણના જતનનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે વઢવાણના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તથા જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના વરદ હસ્તે કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પોતાના હસ્તે વિવિધ પ્રકારના રોપાઓનું વાવેતર કરી પર્યાવરણ સુરક્ષા પ્રત્યે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં મેયર, ડેપ્યુટી મેયર તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના ઉચ્ચ રાજકીય પદાધિકારીઓ અને સુરેન્દ્રનગરના મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ સહિતના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ મહાનુભાવોએ નાગરિકોને પર્યાવરણ પ્રત્યે ગંભીર બનવા અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સામે લડવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ તેનું માત્ર વાવેતર જ નહીં, પણ ઉછેર અને જતન કરવાની પણ હાર્દિક અપીલ કરી હતી વૃક્ષારોપણ કાર્યક્રમની સાથે-સાથે પર્યાવરણ પ્રત્યે વ્યાપક જનજાગૃતિ ફેલાવવા અને નાગરિકોને પોતાના ઘરઆંગણે જ સરળતાથી રોપાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા એક ખાસ ‘વૃક્ષરથ’ તૈયાર કરવામાં આવ્યો હતો આ ‘વૃક્ષરથ’ને ઉપસ્થિત નાયબ મુખ્ય દંડક, કલેક્ટર અને અન્ય મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોપા વિતરણ અર્થે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું સામાજિક વનીકરણ વિભાગની આ સરાહનીય અને લોકઉપયોગી પહેલને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ મુક્તકંઠે બિરદાવી હતી.



