સુરેન્દ્રનગર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરીના સભાખંડ ખાતે કર્મચારીઓ માટે આરોગ્ય કેમ્પ યોજાયો હતો.
તા.21/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓના આરોગ્યને પ્રાથમિકતા આપવા માટે જિલ્લા કલેકટર રાજેન્દ્ર કુમાર પટેલના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરીના સભાખંડ ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જિલ્લા સંકલનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સુખાકારી સુનિશ્ચિત કરીને અધિકારી કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવાનો હતો આ પ્રસંગે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે જણાવ્યું હતું કે અધિકારીઓ અને કર્મચારીઓ જિલ્લાના વિકાસ માટે મહત્વનો પાયો છે આ આરોગ્ય કેમ્પ દ્વારા તેમના સ્વાસ્થ્યની કાળજી લઈને તેમને વધુ ઉર્જાસભર સશક્ત અને સક્રિય બનાવવામાં આવશે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આવી સકારાત્મક પહેલો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જેથી કર્મચારીઓનું આરોગ્ય સતત જળવાઈ રહે અને તેઓ સંપૂર્ણ નિષ્ઠા સાથે પોતાની જવાબદારી નિભાવી શકે આ આરોગ્ય કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો, નર્સો અને આરોગ્ય વિશેષજ્ઞોની ટીમે વિવિધ તબીબી તપાસણીઓ હાથ ધરી હતી જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, રક્ત પરીક્ષણો જેવી મહત્ત્વની તપાસો ઉપરાંત વ્યક્તિગત આરોગ્યલક્ષી માર્ગદર્શન અને સલાહ પણ આપવામાં આવી હતી કેમ્પમાં તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ સક્રિય અને ઉત્સાહી સહભાગિતા દર્શાવી હતી.