DHRANGADHRASURENDRANAGAR

ધ્રાંગધ્રામાં આધારકાર્ડ અપડેટ કરવાનું કહી 38000 બેંક ખાતામાંથી ફ્રોડ થતા યુવાને ફરિયાદ નોંધાવી

તા.29/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં રહેતા યુવાનનું બેંકમાં ખાતું હતું ત્યારે યુવાનને બેંકમાંથી બોલુ છુ તેમ ફોન આવેલો કે તમારા ખાતામાં બેંક દ્વારા આઘારકાર્ડ અપડેટ માટે ઓટીપી આવે છે કે ઓટીપી નંબર આપવા વિનંતી આથી યુવાને ઓટોપી આપતા યુવાનના ખાતામાંથી 38000 રૂપિયા ઉપાડી લેતા યુવાન સાથે ઠગાઈ કરતા યુવાન દ્વારા આ અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઓનલાઇન ઠગવા માટે ઠગ ટોળકી અવનવી તરકીબો અજમાવી પોતાની જાળમાં લોકોને ફસાવી લે છે ત્યારે લોકો સાથે ઓનલાઇન ઠગ વાના બનાવ વધવા લાગ્યા છે ધ્રાંગધ્રામાં રહેતાં યુવાનને મોબાઇલમાં ફોન આવ્યો કે હું બેંકમાં થી બોલું છું અને તમને બેંક દ્વારા તમારામાં બેંકમાં આઘારકાર્ડ અપડેટ માટે ઓટીપી આવશે તેઆપવા વિનંતી છે બીજી તરફ યુવાન દ્વારા ઓટીપી નંબર આપતા ખાતામાંથી વધુ 38000 રૂપિયા ઉપાડી લેતાં યુવાનને જાણ થતા બેંક જાણ કરતા બેંક દ્વારા જણાવ્યું કે તમારા સાથે ઠગાઈ થઈ છે ત્યારે યુવાન દ્વારા આ અંગે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે બેંક પૂર્વ અઘિકારી નરેશભાઈ ઠકકરે દ્વારા જણાવ્યું કે મોબાઈલ ઉપર કોઈપણ જાતની માહિતી બેંક માંગતી નથી અને કોઇએ ફોન આવે તો કોઈ માહિતી આપવી નહીં રૂબરૂ સંર્પક કરવો બેંકમાં ઓટીપી કોઈને દેખાડવો કે આપવો નહી કે આઘારકાર્ડ પાન કાર્ડ કે બેંકની વિગતો ફોન પર આપવી નહી વારંવાર આવા બનાવો બનતા હોવા છતાં લોકો લાલચમાં કે યોગ્ય માહિતીના અભાવે ગઠીયાઓના શિકાર બની જતા હોય છે.

Back to top button
error: Content is protected !!