વડગામ વિસાવડી ડામર રોડનાં રૂ. 3 કરોડનાં ખર્ચે રિફરફેસિંગ કામનું ખાટ મુહૂર્ત કરાયું
તા.28/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા વિધાનસભાના પાટડી તાલુકામાં આવેલા વડગામ ગામે એક મહત્વપૂર્ણ વિકાસ કાર્યનો પ્રારંભ થયો છે દસાડા પાટડીના ધારાસભ્ય પી.કે. પરમારના વરદહસ્તે વડગામથી વિસાવડી ગામ સુધીના ૫.૮ કિલોમીટર લાંબા માર્ગના રિસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ અંદાજિત રૂપિયા ૩ કરોડના ખર્ચે પૂર્ણ થશે જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકોની પરિવહન સંબંધિત મુશ્કેલીઓ દૂર કરવાનો છે ત્યારે લાંબા સમયથી આ માર્ગની હાલત અત્યંત ખરાબ હોવાને કારણે વાહન વ્યવહારમાં અનેક અડચણો ઊભી થતી હતી જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી આ નવા રિસરફેસિંગ રોડના નિર્માણથી માર્ગ વધુ મજબૂત, સુરક્ષિત અને સુગમ બનશે જેના પરિણામે પ્રવાસીઓને અને ખેડૂતોને તેમના પાકને બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, સરપંચો અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ વિકાસ કાર્યને આવકાર્યો હતો ધારાસભ્યએ જણાવ્યું હતું કે સરકાર ગ્રામીણ માર્ગોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવા વધુ પ્રોજેક્ટ્સ ભવિષ્યમાં પણ હાથ ધરવામાં આવશે ત્યારે આ રોડનું કાર્ય પૂર્ણ થતાં આ વિસ્તારના લોકોની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે તેવી અપેક્ષા છે.