SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

જન્મદિવસ નિમિત્તે આર્ય સમાજ મંદિર સુરેન્દ્રનગર ખાતે વૈદિક યજ્ઞનું આયોજન

તા.13/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

આજે મારા જન્મદિવસના પાવન અવસરે આર્ય સમાજ મંદિર, સુરેન્દ્રનગર ખાતે આર્યબંધુઓના સહયોગથી વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ સંપન્ન થયો હતો તથા સર્વેના સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારા આરોગ્ય તેમજ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી જન્મ દિવસને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખી ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે સમાજ હિતનો સંદેશ આપવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!