સુરેન્દ્રનગરમાં નેત્રમ સેન્ટરની મદદથી અરજદારને રીક્ષામાં ભુલી ગયેલ મોબાઇલ ફોન પરત મળ્યો

તા.11/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ, નેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પીએસઆઈ ડી.એલ. ઝેઝરીયા અને તેમની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી તાજેતરમાં તા. 6-5-2026 ના રોજ પંકજભાઈ કાંતિલાલ શાહ રહે. મોચીની વાડીની ગલીમાં, સાધના સોસાયટી, સુરેન્દ્રનગર મિલન સિનેમા પાસેથી રિક્ષામાં બેસી પોતાના ઘરે જઈ રહ્યા હતા ઉતાવળમાં તેઓ પોતાનો રૂ. 10,000ની કિંમતનો સ્માર્ટ મોબાઈલ અને પોતાની દવાઓ રિક્ષામાં જ ભૂલી ગયા હતા આ બાબતે નેત્રમ સુરેન્દ્રનગર ખાતે જાણ થતા, સીસીટીવી ફૂટેજની જીણવટભરી તપાસ કરવામાં આવી હતી. નેત્રમ ટીમ દ્વારા અરજદાર કઈ રિક્ષામાં બેઠા હતા તેની ઓળખ કરી રિક્ષાનો રજિસ્ટ્રેશન નંબર GJ-13-AV-0049 મેળવવામાં આવ્યો હતો ત્યારબાદ રિક્ષા ચાલકનો સંપર્ક કરી, સીટી એ ડિવિઝન પોલીસની મદદથી તપાસ કરતા રિક્ષામાં બેઠેલ અન્ય મહિલા પેસેન્જર પાસેથી આ સામાન મળી આવ્યો હતો પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે અરજદાર પંકજભાઈ શાહને તેમનો મોબાઈલ અને દવાઓ હેમખેમ પરત સોંપતા સીટી અએ ડિવિઝનના ચેતન ગોસાઈ અને વી.પી. રાઠોડ પોતાની ખોવાયેલી વસ્તુઓ પરત મળતા અરજદારે સુરેન્દ્રનગર પોલીસ અને નેત્રમ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો જાહેર જનતાની કિંમતી ચીજ વસ્તુઓ જેવી કે સોના- ચાંદીના દાગીના, રોકડ રકમ કે મોબાઈલ ગુમ થાય ત્યારે સીસીટીવીની મદદથી તેને શોધી કાઢવા માટે સુરેન્દ્રનગર પોલીસ તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ સતત કાર્યરત છે.




