SURENDRANAGAR

સુરેન્દ્રનગર જીલ્લામાં સીલીકોસીસ રોગથી પીડાતા કામદારોએ જીલ્લા કલેકટર સમક્ષ વ્યથા રજૂ કરી

તા.02/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લામાં સીલીકોસીસ રોગથી પીડાતા કામદારોએ વીવીધ સમસ્યાનો સામનો કરવો પડે છે આથી સીલીકોસીસ પીડીત સંઘ, થાન અને સીલીકોસીસ પીડીત સંઘ, ધ્રાંગધ્રાના 25થી વધુ ગંભીર બીમારીથી પીડાતા સીલીકોસીસ પીડીતો તા. 30/09/2024 ને દીવસે સુરેન્દ્રનગર કલેકટર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરવા માટે આવ્યા હતા જીલ્લાના સીરામીક કામદાર અથવા ધ્રાંગધ્રાના પથ્થર ઘડવાનું કામ કરતા કે ખાણ કામ કરતા કામદાર સીલીકોસીસના કારણે મૃત્યુ પામે છે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં સંસ્થા પાસે ઉપલબ્ધ આંકડા મુજબ 65 કામદારો સીલીકોસીસથી મૃત્યુ પામ્યા છે અને 98 કામદારો સીલીકોસીસથી પીડાઈ રહ્યા છે સીલીકોસીસથી મૃત્યુ અંગે બોર્ડ દ્વારા મળતી સહાયના દાવા અરજીમાં જીલ્લાની મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા વીવીધ વાંઢા વચકા કાઢી હેરાન પરેશાન કરવામાં આવે છે સરકારી હોસ્પીટલમાં સીલીકોસીસ નીદાન માટે નીષ્ણાત તબીબ, સારવાર માટે જરૂરી દવાઓનો અભાવ છે ઇનહેરલ પંપ આપવામાં ન આવવા, સીટી સ્કેન મશીન બંધ હોવું વીગેરે સમસ્યાઓનઓ સામનો પીડીતો કરી રહ્યા છે સીલીકોસીસ અટકાવવા માટે જે કાયદાઓ છે તેનું પાલન થાય, કામદારોનો ઈ.એસ. આઈ ફાળો કાપવામાં આવે, તેમને ફેક્ટરી એક્ટ મુજબ ઓળખ કાર્ડ આપવામાં આવે, સીલીકોસીસ અટકાવવા માટેની જોગવાઇઓનો અમલ કરવામાં આવે જેવી બાબતોની રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટરએ ખુબ સહાનુભુતી પુર્વક પીડીતોને સાંભળી ઘટતાં પગલાં લેવાની ખાતરી આપી હતી તેમણે નીદાન માટેના કેંપનું આયોજન કરવાની તૈયારી બતાવી અને ઇએસઆઇ કાયદાનો અમલ થતો ન હોય ત્યાં પોતાનું ધ્યાન દોરવા સલાહ આપી. પીડીતોએ આ મુલાકત બદલ આનંદ અને સંતોષ વ્યક્ર્ત કર્યો.

Back to top button
error: Content is protected !!