કેશોદમાં ભગવાન જગન્નાથ ની ભવ્ય રથયાત્રા મુખ્ય માર્ગો પર નીકળી ત્યારે જય જગન્નાથ ના નાદ્ સાથે કેશોદની શેરીઓ ગૂંજતા ભક્તિમય વાતાવરણ સર્જાયું…
કેશોદમાં ભગવાન જગન્નાથ ની ભવ્ય રથયાત્રા મુખ્ય માર્ગો પર નીકળી ત્યારે જય જગન્નાથ ના નાદ્ સાથે કેશોદની શેરીઓ ગૂંજતા ભક્તિમય વાતાવરણ સર્જાયું...

કેશોદ શહેરમાં હિન્દુ યુવા સંગઠન ની આગેવાની હેઠળ ભગવાન જગન્નાથ ની રથયાત્રા કાઢવામાં આવી હતી. કેશોદના ડીપી રોડ પર ગણેશ ગૃપ દ્વારા ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા ના મામેરા ભરવામાં આવ્યાં હતાં અને રાત્રે ધુન સત્સંગ કિર્તન નું આયોજન કરવામાં આવ્યું હતું. મોસાળમાં રહેલા ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા ને સુશોભિત રથમાં બેસાડી ધારાસભ્ય દેવાભાઈ માલમ, હિન્દુ યુવા સંગઠન કેશોદના શહેર પ્રમુખ રજનીભાઈ બામરોલીયા તાલુકા પ્રમુખ વિશાલભાઈ સોલંકી ભારત વિકાસ પરીષદના સ્થાપક પ્રમુખ ડૉક્ટર સ્નેહલ તન્ના વર્તમાન પ્રમુખ આર પી સોલંકી આઝાદ કલબના પ્રમુખ ડૉક્ટર હમીરસિહ વાળા જગન્નાથ ગૃપના હિમાંશુભાઇ રતિદાદા જોષી જલારામ સેવા સમિતિના દિનેશભાઈ કાનાબાર વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ સહિત નગર શ્રેષ્ઠીઓ દ્વારા આરતી ઉતારી ભગવાન જગન્નાથ ના રથના દોરડાં ખેચી રથયાત્રા નો પ્રારંભ કરાવ્યો હતો. કેશોદના ડીપી રોડ પર થી શરૂ થયેલી ભગવાન જગન્નાથ ની રથયાત્રા શરૂ થતાં જ ભાવિકો ભક્તો દ્વારા જય જગન્નાથ નો નાદ્ બોલતાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.કેશોદ શહેરમાં જુદાં જુદાં સતરેક સ્થળોએ આરતી ની વ્યવસ્થા કરવામાં આવી હતી મુખ્ય ચોક વિસ્તારમાં આસપાસના રહીશો વેપારીઓ અને સામાજિક સંસ્થાઓ ના હોદેદારો જ્ઞાતિ સમાજના આગેવાનો આરતીમાં જોડાયાં હતાં. કેશોદના ડીપી રોડ પર થઈને લક્ષ્મીનગર, અમૃતનગર, સ્ટેશન રોડ, ચારચોક, માંગરોળ રોડ, કાપડબજાર, આંબાવાડી બગીચા પાસે, આનંદ એપાર્ટમેન્ટ, રામવાડી, પીપલીયાનગર, સોડિયમ સોસાયટી, વડલી થઈને શ્રી રણછોડજી મંદિરે પુર્ણ થયેલ હતી. કેશોદમાં ભગવાન જગન્નાથ બલરામ સુભદ્રા સાથે રથયાત્રામાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયાં હતાં. કેશોદ શહેરમાં રથયાત્રા પસાર થતાં સંચાલન ઉદઘોષક ડૉક્ટર ભુપેન્દભાઈ જોષીએ કર્યું હતું. કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બી સી ઠકકર ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ દ્વારા પોલીસ સ્ટાફ સાથે પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ





