તાલુકા પંચાયત બોરસદ દ્વારા શાળાના પ્રાથમિક વિભાગમાં બોરનું ખાતમુરત કરાયું.
તાલુકા પંચાયત બોરસદ દ્વારા શાળાના પ્રાથમિક વિભાગમાં બોરનું ખાતમુરત કરાયું.
તાહિર મેમણ – આણંદ – 31/10/2024- આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ઝારોલા ગામે આવેલી હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગ શ્રી જે પી પટેલ (મુખી) વિદ્યાવિહારમાં વિદ્યાર્થીઓને સ્વચ્છ પાણી મળી રહે અને વિદ્યાર્થીને કોઈ પાણીજન્ય રોગ ના થાય તે માટે બોરસદ તાલુકા પંચાયતના ઉત્સાહી પ્રમુખ શ્રી મિહીરભાઈ પટેલ દ્વારા બોર માટે ગ્રાન્ટ ફાળવી હતી અને તાજેતરમાં ગ્રામ પંચાયત ઝારોલાના ઉપ સરપંચ શ્રી લખનભાઈ, ગામના અગ્રણી સમાજ સેવક પ્રફુલભાઈ, રસિકભાઈ, મંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ તથા અન્ય ગ્રામજનો, વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની ઉપસ્થિતિમાં નિર્માણ પામનારા બોરનું ખાતમુરત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ આઠ ની બાળા હેત્વી મહેશ્વરીએ પોતાની શાળાના વિદ્યાર્થીઓ માટે પાણીની વ્યવસ્થાના ભાગરૂપે બોર કરવા માટે ગ્રાન્ટ ફાળવવા બદલ સમગ્ર શાળા પરિવાર વતી બોરસદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મિહિરભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.