સમીર પટેલ, વાગરા
સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને વાગરા પોલીસ મથકના અધિકારીઓના માર્ગદર્શનને આધારે અ.હે.કો ભોપાભાઈ ગફુરભાઈ ટીમ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદારથી માહિતી મળી હતી, કે સાયખા GIDC ની ગ્લોબેલા ચોકડી નજીક એક શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઉભેલુ છે. માહિતી મળતાજ ભોપાભાઈ પોલીસ ટીમ સાથે માહિતીવાળી જગ્યાએ જઈ જોતા ત્યાં એક ટેન્કર નંબર GJ.06.ZZ.8021 મળી આવ્યું હતું. ત્યાં હાજર ચાલકને સાથે રાખી તપાસ કરતા ટેન્કરમાં 27 ટન કેમિકલ ભરેલ હોવાનું જણાયું હતું. જે બાબતે ચાલક પાસે જરૂરી આધાર પુરાવા, કે બીલ માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. જેથી BNSS કલમ-35(1)(બી) મુજબ ચાલકની અટકાયત કરી 10,27,000 નો મુદ્દામાલ BNSS કલમ 106 હેઠળ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.