રિપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી
પશ્ચિમ કચ્છમાં છેલ્લા એક મહિનામાં કેટલાય અકસ્માતોના બનાવો બન્યા અને તેમાં અમૂલ્ય માનવ જીવમ મોતના મુખમાં ધકેલાઈ ગયા અને અનેક પરિવારોના માળા પિંખાઈ ગયા છતાં તંત્ર મૌન કેમ..? યમદૂત સમાન બેરોકટોક અવરલોડના દાનવને ડામવો હવે અત્યંત જરૂરી બન્યું છે અન્યથા આશાસ્પદ યુવાનો આરટીઓ તંત્રના વાંકે મોતના મુખમાં ધકેલાતા રહેશે છેલ્લા કેટલાય સમયથી તંત્રને લેખિત કે મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને મીડિયામાં પણ અકસ્માતોની વણઝારોના કિસ્સાઓ છપાતા રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈજ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી આવા ગંભીર બનાવો ન બને તેમાટે જિલ્લા સમાહરતા આનંદ પટેલ,પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડા અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે રોડ પર બેફામ માતેલા સાંઢની માફક પરમિશન કરતા વધારે મર્યાદામાં મુસાફરો ભરીને દોડતી ખાનગી ટ્રાવેલ્સો તેમજ કેપિસિટી કરતા વધુ માત્રામાં અવરલોડ દોડતી ટ્રકો અને કન્ટેનરો એ મર્યાદા નેવે મૂકીને નિયમોના ખુલ્લેઆમ લીરા ઉડાડતા નજરે ચડી રહ્યા છે છતાં અધિકારીઓ તેનામાં વિટામિન “એમ”ની ઉણપ પુરી કરવા સિવાય કંઈજ નજરે ચડતું ન હોય એ સ્પષ્ટ આંખે ઉડીને વળગી રહ્યું છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આવા બેફામ બનેલા વાહનો અને તેના માલિકો તેમજ ચાલકો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ અને છાસવારે સર્જાતા ગંભીર અકમસામતોને નિવારવા નાગરિકોના જીવન હેતુ આંખે બાંધેલા પાટા દૂર કરીને પ્રજાલક્ષી કાર્ય કરવા પહેલ કરવી જોઈએ અને જાગૃત નાગરિકો દ્વારા જણાવ્યા અનુસાર છેલ્લા બે અકસ્માતોમાં રોડની સાઇટો પર પાથરી દેવાયેલા ડામરના થરો (લીપાપોથી) અને માધાપર ખાતે જીવ ગુમાવનાર આશાસ્પદ યુવાન શિક્ષિકા રસ્તાપર ધૂળ અને કાંકરીના થરને લઈને કાળનો કોળિયો બન્યા આવા બનાવો ન બને તે હેતુ પણ ઉચ્ચ તંત્ર દ્વારા શહેર નગરપાલિકા ગ્રામ પંચાયતો અને ભ્રષ્ટ આર.એન.બી વિભાગના કાન આમળવા પણ અત્યંત જરૂરી છે આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરીને કડકહાથે કામ લેવાય તે ઇચ્છનીય છે.