GUJARATKUTCHMANDAVI

ટાટા પાવર સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી ટ્રેનિંગ મેળવી કચ્છના સ્થાનિક યુવાનો મેળવી રહ્યા છે રોજગારી.

સોલારક્ષેત્રમાં આગળ વધવા માટે ટાટા પાવર સ્કિલ ડેવલ્પમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ મુન્દ્રા દ્વારા યુવાનોને વિનામૂલ્યે અપાઈ છે તાલીમ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-૧૦ ઓક્ટોબર : રિન્યૂએબલ એનર્જી અને સોલારક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક યુવાનોને વિનામૂલ્યે તાલીમ મેળવવાની સુવર્ણ તક ટાટા પાવર સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, મુન્દ્રાની નવી બેચમાં ઈચ્છુક યુવાનોને મોટી સંખ્યામાં જોડાઈને તાલીમ લેવા અનુરોધ ટાટા પાવર દ્વારા તેની સ્કિલ ડેવલપમેન્ટ શાખા ટાટા પાવર સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (TPSDI) મારફતે મુન્દ્રા ખાતેની ટ્રેનિંગ ઈન્સ્ટિયૂટમાં સોલાર આસિસ્ટન્ટ ટેક્નિશિયન કોર્સની બે બેચ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત ટાટા પાવર સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ મુન્દ્રા દ્વારા કચ્છના ૪૪થી વધુ યુવાનોને સોલાર એનર્જી ક્ષેત્રમાં હેન્ડ-ઓન ટ્રેનિંગ અને ટેક્નિકલ સ્કિલ્સની સમજણ આપવામાં આવી છે. કચ્છ જિલ્લો જ્યારે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં અગ્રેસર બનવા જઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે હેતુથી ટાટા પાવર સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ મુન્દ્રા દ્વારા વિનામૂલ્યે તાલીમનો કોર્સ શરૂ કરાયો છે. તાલીમ પૂર્ણ થયા બાદ પ્લેસમેન્ટ આસિસટન્ટ સુવિધા અંતર્ગત આ સંસ્થા નોકરી મેળવવામાં પણ યુવાનોને મદદરૂપ થાય છે. ભારત સરકારના રિન્યૂએબલ મિનિસ્ટ્રી અંતર્ગત ટાટા પાવર સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટને સોલાર રૂફટોપ ફિટિંગ માટે ટ્રેનિંગની જવાબદારી સોંપવામાં આવી છે. દેશમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત વિવિધ ઘરોમાં સોલાર રૂફટોપ ઈન્સ્ટોલ કરવાની કામગીરી કરવામાં આવે છે. આ સંસ્થામાંથી તાલીમ લઈને યુવાનો સોલાર ઈન્સ્ટોલેશન અને મેન્ટેનન્સનું કૌશલ્ય હાંસલ કરી શકે છે. મુન્દ્રા ખાતે ૪૪થી વધારે તાલીમાર્થીઓએ આ તાલીમ પૂર્ણ કરી છે, જેમાં ૨૪ મહિલા તાલીમાર્થીઓ પણ સામેલ છે. યુવાનો માટે ટાટા પાવર સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ મુન્દ્રા ખાતેના પ્રોગ્રામ્સ એ રાષ્ટ્રીય ધારાધોરણ મુજબના છે. સોલાર એનર્જીના ક્ષેત્રમાં સંસ્થા દ્વારા અલગ અલગ પાંચ સ્પેશ્યિલાઈઝડ પ્રોગ્રામની તાલીમ આપવામાં આવી રહી છે.સંસ્થા દ્વારા સોલાર ઈન્સ્ટોલેશન, એન્જિનિયર, ટેક્નિશિયન, રૂફટોપ સોલાર સુપરવાઈઝર્સ, ડિસ્કોમ અને આંત્રપ્રિન્યોર/વેન્ડર્સ વગેરેને તાલીમ આપવામાં આવે છે. હાલમાં મુન્દ્રા ખાતે નવી બેચનો એડમિશન પ્રક્રિયા ચાલુ છે તો સ્થાનિક યુવાનો https://www.tpsdi.com/contact/AbotPMSGY.aspx વેબસાઈટની મુલાકાત લઈને અથવા તો મો. ૬૩૫૨૦૦૩૭૯૭ ઉપર સંપર્ક કરીને એડમિશન મેળવી શકે છે. કચ્છ જિલ્લાના મહત્તમ યુવાનો આ તાલીમ મેળવીને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવે તેમ સંસ્થા દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!