BANASKANTHAGUJARATTHARAD

જડીયાલી પ્રા.આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી મુક્ત સેટકોમ પોગ્રામનુ આયોજન કરાયું

2 સપ્ટેમ્બર

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જડીયાલી ખાતે તેમજ તેમજ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર આર આર પટેલ ના માર્ગદર્શન હેઠળ જડીયાલી ખાતે ટીબી મુક્ત ગ્રામ પંચાયત નો સેટકોમ પ્રોગ્રામ નિહાળવામાં આવ્યો પીએમટીબીએમ બી એ હેઠળ કરવામાં આવેલી સિદ્ધિઓ દર્શાવવાની 2025 સુધી ટીબી ને સમાપ્ત કરવાના રાષ્ટ્રીય લક્ષ્યાંકવિશે વધુ જાગૃતિ પેદા કરવાની આ એક તક છે જેમાં માનનીય વડાપ્રધાન શ્રી તેમજ રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ની જન ભાગીદારીથી ટીબી મુક્ત પંચાયત આપવામાં આવે. વિવિધ સૂચનો તથા કરવાના થતા કાર્યો ની માહિતી મેળવવામાં આવી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જડિયાલી ના મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર પી.આર મોદી તેમજ જડીયાળી ગામના સરપંચ શ્રી રમેશભાઈ પટેલ તેમજ સુપરવાઇઝર શ્રી પી ડી પટેલ દ્વારા કામગીરી નું માર્ગદર્શન પ્લાનિંગ સૂચનો આપવામાં આવ્યા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!