BANASKANTHAGUJARATKANKREJ

થરામાં વિનામૂલ્યે આધુનિક ફેંકો મશીન દ્વારા ૧૦ મો નિદાન તથા મોતિયાના ઓપરેશનનો મેગા કેમ્પ યોજાયો…

પરમ પૂજ્ય સુશ્રીગુરૂદેવ રમાબહેનજી હરીયાણીના પાવન સાનિધ્યમાં લાભાર્થી લાભુબેન પોપટલાલ મહેસાણા ના સહયોગ થી આધુનિક ફેંકો મશીન દ્વારા આંખના મોતીયાનો વિનામૂલ્યે ૧૦ મો નિદાન તથા ઓપરેશન કેમ્પ

થરામાં વિનામૂલ્યે આધુનિક ફેંકો મશીન દ્વારા ૧૦ મો નિદાન તથા મોતિયાના ઓપરેશનનો મેગા કેમ્પ યોજાયો…

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે શ્રી જલારામ મંદિર પરિસરમાં આજરોજ તા ૧૪/૦૭/૨૦૨૬ ને મંગળવાર ના રોજ સવારે ૯ થી ૧૧ કલાક સુધી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ, શ્રી જલારામ મંદિર થરા,શ્રી કૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ થરા,ગૌ સેવા માનવ સેવા મંડળ થરા,શ્રી બાબારી ટીમ થરાના સંયુક્ત ઉપક્રમે પરમ પૂજ્ય સુશ્રીગુરૂદેવ રમાબહેનજી હરીયાણીના પાવન સાનિધ્યમાં લાભાર્થી લાભુબેન પોપટલાલ મહેસાણા ના સહયોગ થી આધુનિક ફેંકો મશીન દ્વારા આંખના મોતીયાનો વિનામૂલ્યે ૧૦ મો નિદાન તથા ઓપરેશન કેમ્પ શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ એવમ જય બાબારી ટીમ થરાના અણદાભાઈ પ્રજાપતિ સહીત ટીમના ખડેપગે રહી ઠક્કર રાજેશકુમાર અમરતલાલ પાટણ,ઠક્કર ભરતકુમાર અમારતલાલ પાટણ, બનાસકાંઠા જિલ્લા યુવાભાજપ પૂર્વપ્રમુખ નિરંજનભાઈ ઠક્કર, ઓગડ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ દશરથભાઈ ઠક્કર,જલારામ મંદિર ના ટ્રસ્ટ્રી વિજયભાઈ ટેસ્ટી,રાજુ લાટી, કોર્પોરેટર રાયમલભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.કેમ્પ માં રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ રાજકોટના ડૉ.અલ્કેશભાઈ ખેરડિયા સહિત તેમની ટીમે લગભગ ૧૬૨ દર્દીઓની તપાસ કરેલ જેમાં ૭૩ થી વધુ દર્દીઓને મોતીયાના ઓપરેશન કરવાની જરૂર જણાતાં આજે એક લકઝરી બસ દ્વારા ૫૪ દર્દીઓને નિદાન કેમ્પમાંથી ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ જ્યાં મફત સદ્દગુરૂ નેત્ર યજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતીયાના દર્દીઓને આધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરનું મફત ઓપરેશન કરી મફત નેત્રમણી બેસાડી આપવામાં આવશે સાથે સાથે દવા,ટીંપા,ફ્રીમાં આપવામાં આવશે.દર્દી તથા સાથે આવનાર સગા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.બાકીના દર્દીઓને ગુરૂવાર ના રોજ સવારે લઈ જવામાં આવશે.વગર ભાડે પરત મુકવામાં આવશે. તરૂણભાઈ ઠક્કર,દેવભાઈ પુરોહિત,લાલાભાઈ ભાટી, દીપકભાઈ ઠક્કર,પરેશભાઈ ચૌધરી, કીર્તિભાઈ નાઈ કોલેજીયન સહિત અનેક સેવભાવીઓએ ખડે પગે રહી સેવા પૂરી પાડેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!